47 વર્ષની હોટ મલાઇકા સાથે અર્જુન કપૂરના અફેર જોઈને પપ્પા બોની કપૂરે જે સલાહ આપી એ તમારે જરૂર સાંભળવી જોઈએ

જયારે દીકરાએ 47 વર્ષની ડાયવોર્સી અભિનેત્રી સાથે ઇલુ ઇલુ કર્યું તો પપ્પા બોની કપૂરે શું કહ્યું…જાણો

બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઇકા અરોરા છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાથી લઇને ઇવેન્ટ્સ સુધી બંને વચ્ચે બોન્ડિંગ જોવા મળે છે. બંનેના સંબંધ પર મોહર લાગ્યા બાદથી લગ્નની ખબરો સતત સામે આવતી રહે છે, જો કે, તેમનું કહેવુ છે કે, તેઓ અત્યારે લગ્ન નથી કરી રહ્યા.

મલાઇકા અરોરા સાથેના સંબંધને લઇને અર્જુનને ઘણીવાર ટ્રોલ કરવામાં આવ્યો છે. પરંતુ તે બાદ પણ તે બંનેના સંબંધ પર કોઇ અસર પડી નથી. તે બંને કોઇ પણ વાતને તેમના રિલેશનની વચ્ચે આવવા-દેતા નથી.

બોની કપૂર તે સમયે પરેશાન થઇ ગયા હતા, જયારે અરબાઝને તલાક આપ્યા પહેલા જ મલાઇકા અને અર્જુનની નજીકતા વધવા લાગી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તેમણે અર્જુનને મલાઇકાથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી. કારણ કે તે બોલિવુડના સૌથી મોટા ખાનદાનોમાંના એકથી સંબંધ ધરાવતી હતી. જેની અસર તેમના ફિલ્મી કરિયર પર પણ પડી શકતી હતી.

મીડિયા રીપોર્ટ્સની માનીએ તો, સલમાન ખાન પણ મલાઇકા-અર્જુનની નજીકતા પર ખુશ ન હતા. તેમણે અર્જુનના ઘરે આવવા જવાની પણ રોક લગાવી દીધી હતી. જો કે, આટલુ બધુ થવા છત્તાં તેમનો પ્રેમ ઓછો ન થયો.

તમને જણાવી દઇએ કે, અર્જુન ઉંમરમાં મલાઇકા કરતા લગભગ 12 વર્ષ નાના છે પરંતુ તેમના સંબંધ પર આ વાતની અસર કયારેય પડી નથી. મલાઇકા અરોરા અને અરબાઝ ખાન વર્ષ 2016માં એકબીજાથી અલગ થઇ ગયા હતા.

Shah Jina