જયપુરમાં હાલમાં જ IIFA 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. મનોરંજન ઉદ્યોગના આ મોટા કાર્યક્રમમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે ભાગ લીધો હતો. IIFA 2025ના ગ્રીન કાર્પેટ પર સ્ટાર્સે એકથી એક પોઝ આપ્યા. તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન ફિલ્મ નિર્માતા બોની કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે, જેના માટે તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

આ વીડિયોમાં તે અભિનેત્રી કરિશ્મા તન્ના સાથે જોવા મળી રહ્યા છે, અને ફ્લર્ટ પણ કરી રહ્યા છે. બોની કપૂરે કરિશ્મા તન્નાનો હાથ પકડી પેપરાજી માટે પોઝ આપ્યો. આ દરમિયાન બોની કપૂર મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. તે કરિશ્મા તન્નાની સુંદરતાના વખાણ કરી રહ્યા હતા. બોની કપૂરે કહ્યું, ‘હું તેના પડછાયામાં ઠીક દેખાઉં છું ને?’ તેમનો ગ્લેમર મારા પર ઝળકી રહ્યો છે કે નહીં ?

આના પર પેપરાજી કહે છે, ‘સાહેબ, તમે પણ આજે ચમકી રહ્યા છો.’ બોની કપૂર કહે છે, હું ફક્ત તેમની સાથે જ ચમકી રહ્યો છું.’ કરિશ્મા તન્ના સાથેનો બોની કપૂરનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ બોની કપૂરને ખૂબ ટ્રોલ કર્યા. એક યુઝરે લખ્યું, ‘યે સઠિયા ગયા હૈ.’ બીજા એક યુઝરે લખ્યું, ‘ઠરકી.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તે ત્રીજી વાર લગ્ન કરવાનું વિચારી રહ્યો છે.’

બીજા એકે લખ્યું, ‘તમને લાગે છે કે કરિશ્માને તેની આગામી ફિલ્મ મળી ગઈ છે ?. જણાવી દઇએ કે, બોની કપૂરે IIFA 2025 દરમિયાન તેમની સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ‘મોમ’ ની સિક્વલ વિશે વાત કરી હતી. બોની કપૂરે કહ્યું, ‘નો એન્ટ્રી પછી હું ખુશી કપૂર સાથે એક ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યો છું.’ ખુશી સાથે આ મારી પહેલી ફિલ્મ હશે. આ મોમ 2 હોઈ શકે છે. તે તેની માતાના પગલે ચાલવાનો પ્રયાસ કરી રહી છે.
View this post on Instagram