રાજ કુંદ્રાના મીડિયા કવરેજ વિરુદ્ધ હાઇકોર્ટ પહોંચેલી શિલ્પા શેટ્ટીને લગાવી હાઇકોર્ટે ફટકાર, કહ્યું, “તમે પબ્લિક ફિગર છો..”, જાણો વિગત

બોમ્બે હાઇકોર્ટ દ્વારા ગઈકાલે 30 જુલાઈના રોજ શિલ્પા શેટ્ટી દ્વારા કરવામાં આવેલા ઘણા મીડિયા હાઉસ પ્રત્યેના માનહાનીના દાવાની સુનાવણી કરી હતી. ટીવી 9ના રિપોર્ટ પ્રમાણે હાઇકોર્ટે શિલ્પાના વકીલને પૂછ્યું કે પોલીસ સૂત્રોના હવાલાથી કોઈ ખબર ચલાવી રહ્યું છે તો તે ખોટું કેવી રીતે છે ?

હાઇકોર્ટે શિલ્પા શેટ્ટીના વકીલને એમ પણ જણાવ્યું કે તમારા ક્લાઈન્ટના પતિ વિરુદ્ધ ગંભીર કેસ છે. આ કેસને મીડિયા કવર કરી રહ્યું છે. ભારતમાં મીડિયાને ખબર પ્રકાશિત કરવાની અને બતાવવાની સંપૂર્ણ આઝાદી છે.

હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે હાઇકોર્ટ મીડિયાની સ્વતંત્રતા પ્રભાવિત કરવાનું કોઈ કામ નહીં કરે. એટલે કે હાઇકોર્ટ આ મામલામાં કોઈ હસ્તક્ષેપ નહિ કરે. તમારો ક્લાઈન્ટ કોઈપણ હોય. માનહાનીને લઈને એક નિશ્ચિત કાનૂન છે. કોર્ટ તે અંતર્ગત જ કામ કરશે.

આજ્તકના રિપોર્ટ પ્રમાણે  શિલ્પા શેટ્ટી તરફથી રજૂ કરવામાં આવેલા એડવોકેટ બીરેન સરાફ દ્વારા આપત્તિ જ્તાવવામાં આવી કે જે એક પતિ અને પત્ની વચ્ચે થયું છે, તેની સૂચના બહાર ના આપવી જોઈએ. જોકે, જસ્ટિસ પટેલે કહ્યું કે શિલ્પા શેટ્ટીની સાથે આ ઘટના બાહરી લોકો (પોલીસકર્મીઓ)ની સામે થઇ છે અને આ “ક્રાઇમ બ્રાન્ચ”ના સૂત્રો દ્વારા મીડિયા રિપોર્ટ કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે શિલ્પા શેટ્ટી એક પબ્લિક ફિગર છે અને તે અંતર્ગતના લેખ ડિફેમેટ્રી નથી.

જસ્ટિસ ગૌતમ પટેલે આગળ જણાવ્યું કે, “તમે (શેટ્ટી) સ્વરાજનિક જીવનની પસંદગી કરી છે. તમારું જીવન એક માઇક્રોસ્કોપના જેવું છે. સૌથી પહેલા એ કહેવું કે તે રડી અને પોતાના પતિ સાથે ઝઘડી જયારે નિવેદન દાખલ કરવામાં આવ્યું. આ માનહાની કરવા વાળું નથી. આ બતાવે છે કે તે પણ એક માણસ છે.” સુનાવણી બાદ કોર્ટે જણાવ્યું કે આ આદેશનો કોઈપણ ભાગને મીડિયાને શાંત કરાવવાના રૂપમાં ના માનવો જોઈએ.

Niraj Patel