ઓ બાપરે! પ્રાઈવેટ પાર્ટમાં એવી મોટી વસ્તુ ફસાઈ કે થર થર કંપવા લાગ્યા ડોક્ટર્સ

પ્રાઈવેટ પાર્ટમાં એવી મોટી વસ્તુ ફસાઈ કે ગભરાયેલા ડોક્ટરે તાત્કાલિક ખાલી કરાવી હોસ્પિટલ અને પછી….

ઘણીવાર જીવનમાં એવી એવી વસ્તુઓ થઇ જાય છે, જેના વિશે કોઇએ વિચાર્યુ પણ ના હોય. હાલમાં જ એક અજીબો ગરીબ ઘટનાનો શિકાય થયેલ પૂર્વ સૈનિકની કહાની સાંભળી લોકોના પગ નીચેથી જમીન ખસી ગઇ. જ્યારે સૈનિક સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે હોસ્પિટલના લોકોના પણ હોંશ ઉડી ગયા અને આખી હોસ્પિટલને ખાલી કરાવવી પડી. આવો જાણીએ આખરે શું છે આખો મામલો ?

વાસ્તવમાં ઘરની સફાઈ દરમિયાન પૂર્વ સૈનિકના પ્રાઈવેટ પાર્ટમાં બોમ્બ ફસાઈ ગયો હતો. દર્દથી વ્યથિત પૂર્વ સૈનિક હોસ્પિટલ પહોંચ્યા, અને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રાઈવેટ પાર્ટમાં બોમ્બ ફસાયેલો જોઈને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને ત્યાં બોલાવવામાં આવી હતી. ભૂતપૂર્વ સૈનિકના પ્રાઈવેટ પાર્ટમાં જે બોમ્બ ફસાયેલો હતો તે પહેલા વિશ્વ યુદ્ધના સમયનો હતો. પ્રાઈવેટ પાર્ટમાં 8 ઈંચનો બોમ્બ ફસાયેલો જોઈને તાત્કાલિક ઈમરજન્સી સાયરન વગાડીને હોસ્પિટલને ખાલી કરાવવામાં આવી હતી.

ત્યારબાદ ડોક્ટરોએ બોમ્બ સ્કવોડની ટીમને બોલાવી અને ઘણી મહેનત બાદ ડોક્ટરોની ટીમે પૂર્વ સૈનિકના પ્રાઈવેટ પાર્ટમાંથી બોમ્બ બહાર કાઢ્યો. હાલ આ મામલો સામે આવ્યા બાદ ઘણો ચર્ચામાં છે. ‘ધ સન’ અનુસાર, આ વ્યક્તિ બ્રિટિશ આર્મીનો ભૂતપૂર્વ સભ્ય હતો. તેને જૂના જમાનાના હથિયારો એકઠા કરવાનો શોખ છે. વિશ્વ યુદ્ધના સમયનો આ એન્ટિક શેલ પણ તેના શસ્ત્રાગારમાં રાખવામાં આવ્યો હતો.

પરંતુ ગતરોજ સફાઈ દરમિયાન વ્યક્તિનો પગ લપસી ગયો અને તે સીધો આ શેલની ઉપર પડ્યો. જેના કારણે બોલનો પોઈન્ટેડ છેડો તેના પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગયો અને પછી તે દર્દથી ચીસો પાડતો હોસ્પિટલ પહોંચ્યો. જ્યાં ડોક્ટરોએ સાવચેતીના પગલા તરીકે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવી. હાલ સારવાર બાદ વ્યક્તિની હાલત ઠીક છે, તેને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે.

હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓએ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવી હતી. જો કે, આ કેસને કારણે, હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓ અથવા તેમની સાથે આવેલા લોકોને કોઈ જોખમ ન હતું.

Shah Jina