હાલમાં જ 2 ફેબ્રુઆરીએ સવારે ખબર આવી કે એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરને કારણે મોત થયુ છે, જો કે આ વાતને ઘણા લોકો પચાવી શક્યા નહોતા. પરંતુ કેટલાક લોકોએ અભિનેત્રીના નિધનના સમાચાર બાદ શોક વ્યક્ત કર્યો હતો. પરંતુ આ મામલો આગળ વધ્યો અને 3 ફેબ્રુઆરીએ એટલે કે શનિવારે ખબર પડી કે આ એક પબ્લિસિટી સ્ટંટ હતો.
પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી પુષ્ટિ કરી કે તે જીવિત છે. પરંતુ આને કારણે લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. પૂનમ પાંડેનો આ પબ્લિસિટી સ્ટંટ કોઈને પસંદ ન આવ્યો. આ રીતે લાગણી સાથે રમવા બદલ લોકો તેની ટીકા કરી રહ્યા છે અને વલ્ગર પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી કે કોઇએ આવી રીતે ચીપ પબ્લિસિટી સ્ટંટ કર્યો હોય, પરંતુ આ પહેલા પણ કેટલાક બોલિવૂડ સ્ટાર્સે પબ્લિસિટી સ્ટંટના નામે લોકોને મૂર્ખ બનાવ્યા છે. તો ચાલો જાણીએ એવા કયા સ્ટાર્સ છે.
જ્યારે આલિયાએ નીકાળ્યુ લગ્નનું કાર્ડ
જ્યારે આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરની ફિલ્મ 2 સ્ટેટ્સ રિલીઝ થઈ ત્યારે આલિયા ભટ્ટે પોતાના એક પબ્લિસિટી સ્ટંટથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે પોતાના લગ્નનું કાર્ડ નીકાળ્યુ હતું અને ચાહકોને ફિલ્મ જોવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે, ત્યારે ઘણા લોકો એવા હતા જેને લાગતું હતું કે આલિયા લગ્ન કરવા જઈ રહી છે, પણ એવું કંઇ ત્યારે થયુ નહોતુ અને બાદમાં આ સમાચાર ખોટા સાબિત થયા હતા.
જ્યારે મલાઈકા અરોરા તેના ફેક સ્ટંટના કારણે ચર્ચામાં આવી
થોડા સમય પહેલા અભિનેત્રી મલાઈકા અરોરાની પ્રેગ્નેંસીના સમાચાર સામે આવ્યા હતા.આ સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. આ પછી, જ્યારે તેણે આ સમાચારને ખોટા ગણાવ્યા અને તેના નવા શો મૂવિંગ વિથ મલાઈકા વિશેની માહિતી શેર કરી, તો લોકોએ તે વાતને શોના પ્રમોશન સાથે જોડી દીધી અને આ પછી તેની ઘણી ટીકા પણ થઈ હતી. આ ઉપરાંત તેનો આ સ્ટંટ કિમ કાર્દાશિયનથી પ્રેરિત માનવામાં આવ્યો હતો.
જ્યારે વિદ્યા બાલન રસ્તા પર ભીખ માંગવા લાગી
બોબી જાસૂસ ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી વિદ્યા બાલને પોતાની ફિલ્મના પ્રમોશન માટે એક અલગ જ રસ્તો શોધી કાઢ્યો હતો. અભિનેત્રીએ હૈદરાબાદના રસ્તા પર ભીખ માંગવાનું શરૂ કર્યું. એક મહિલાએ તેને આવું કરવા બદલ ઠપકો પણ આપ્યો અને તેને કંઈક કામ કરવાની સલાહ પણ આપી. બાદમાં લોકોને ખબર પડી કે ભીખ માંગતી મહિલા બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન હતી.
રાખી સાવંતનો પબ્લિસિટી સ્ટંટ
આ મામલે રાખી સાવંત થોડી બાકી રહી જવાની. રાખી બિગબોસમાં તેના પહેલા પૂર્વ પતિ રિતેશ સાથે ગઇ હતી અને ત્યારે દુનિયા સામે તેણે પહેલીવાર રિતેશનો પરિચય કરાવ્યો હતો. જોકે, ઘણા લોકોએ આને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.
ગુલામ ફિલ્મ માટે આમિર ખાનનો પ્રમોશનલ સ્ટંટ
વર્ષ 1998માં રીલિઝ થયેલી આમિર ખાનની ફિલ્મ ગુલામના શૂટિંગ સમયે સમાચાર આવ્યા કે આમિર ખાન એક્શન સ્ટંટ કરતા મોતના મોમાથી બહાર આવ્યો. આ સમાચાર બાદ ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા. જો કે, ફિલ્મ રિલીઝ થયા પછી પાછળથી આ એક અફવા સાબિત થઈ. આ એક પબ્લિસિટી સ્ટંટ હતો.