પહેલી હોળી પર પુલકિતે કરી કૃતિને કિસ તો રકુલ પ્રીતે પતિ જેકી સાથે આવી રીતે મનાવી હોળી- બોલિવુડમાં પણ ખૂબ ઉડ્યો રંગ-ગુલાલ

સિદ્ધાર્થ-કિયારાથી લઇને રકુલ-જેકી અને પુલકિત-કૃતિ સુધી…જાણો બોલિવુડ સેલેબ્સે કેવી રીતે સેલિબ્રેટ કરી હોળી

રંગોનો તહેવાર હોળી સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સે પણ ધામધૂમથી હોળીની ઉજવણી કરી. ઘણા સેલેબ્સે આ વર્ષે લગ્ન બાદ તેમની પહેલી હોળી પાર્ટનર સાથે સેલિબ્રેટ કરી. આ લિસ્ટમાં રકુલ-જેકી અને કૃતિ-પુલકિતના નામ સામેલ છે. બધા હોળીના રંગોથી રંગાયેલા અદ્ભુત દેખાતા હતા.

કૃતી ખરબંદા અને પુલકિત સમ્રાટ તેમના લગ્ન પછી ચાહકોના ફેવરિટ બની ગયા છે. ગત રોજ પણ બંનેએ પોતાની ખાસ હોળી સ્ટાઈલ બતાવી હતી. તસવીરમાં પુલકિત તેની પત્ની કૃતિને કિસ કરતો પણ જોવા મળ્યો હતો. નવી નવેલી દુલ્હનની ખુશી પણ તેના ચહેરા પર ઝળકી રહી હતી.

ગોવામાં લગ્ન કર્યા પછી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની પણ તેમની પ્રથમ હોળી સેલિબ્રેટ કરી. બંને ગાલ પર ગુલાલ લગાવીને એથનિક સ્ટાઈલમાં ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યા હતા. કિયારા અડવાણી અને સિદ્ધાર્થે પણ ચાહકો સાથે હોળી સેલિબ્રેશનની તસવીર શેર કરી હતી. ફોટામાં કિયારા અને સિદ્ધાર્થ બંને રંગોમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે.

દિયા મિર્ઝાએ પણ હોળી પાર્ટીમાં સુંદર સફેદ સૂટ પહેર્યો હતો. તેના સૂટ પર ખૂબ જ સુંદર ગોલ્ડન વર્ક હતું. આ દરમિયાન તે તેના દીકરા સાથે જોવા મળી હતી. બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ હોળી ધામધૂમથી સેલિબ્રેટ કરી.

અમિતાભ બચ્ચને પણ પરિવાર સાથે બંગલા પર હોળી મનાવી. આ દરમિયાન પત્ની જયા બચ્ચન પિચકારી ચલાવતી જોવા મળી હતી. અમિતાભની નાતિન નવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે નાના-નાની સાથે હોળઈ સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે.

ડિમ્પલ ગર્લ પ્રિતી ઝિન્ટાએ પણ તેના પતિ સાથે હોળીની તસવીર શેર કરી હતી અને આ તસવીરમાં બંને એકદમ ક્યુટ લાગી રહ્યા હતા. બંનેના ચહેરા હોળીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા હતા. આ ઉપરાંત સની લિયોને પણ તેના પતિ અને બાળકો સાથે હોળી સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.

એનિમલ ફિલ્મથી બધાના દિલો દિમાગમાં છવાઇ જનાર એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ પણ મિત્રો સાથે હોળી મનાવી હતી,જેની તસવીર પણ તેણે શેર કરી છે.

Shah Jina