સાઉથની ફિલ્મોમાં સાઇડ કલાકાર બનીને રહી ગયા બોલિવુડ સ્ટાર્સ, લોકો કરી રહ્યા છે બોલીવુડને ટ્રોલ

સુપર ડુપર હિટ RRR માં આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ છે, જેમનો રોલ માત્ર નામનો છે… લોકો કરી રહ્યા છે ટ્રોલ

એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં બોલિવૂડના સિંઘમ કહેવાતા અજય દેવગન અને અભિનેત્રી આલિયા ભટ્ટની સાથે સાઉથ સુપરસ્ટાર રામ ચરણ, જુનિયર એનટીઆર, શ્રિયા સરન જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કેટલાક રીપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘RRR’એ માત્ર બે દિવસમાં 300 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને એનટીઆર જુનિયરના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મમાં બંને કલાકારો લીડ રોલમાં છે.

રામ ચરણ કોમારામ ભીમ અને રામ ચરણ અલ્લુરી સીતારામ રાજુના ઐતિહાસિક પાત્રમાં છે. આ બંને સિવાય બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગન અને આલિયા ભટ્ટ પણ મહત્વની ભૂમિકામાં છે, પરંતુ ફિલ્મમાં બંને સ્ટાર્સને બહુ ઓછી સ્ક્રીન સ્પેસ મળી છે. ફિલ્મમાં તેમના રોલને જોતા એવું લાગે છે કે પોસ્ટર માટે ફક્ત બંનેના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ ‘RRR’માં અજય દેવગન સ્વતંત્રતા સેનાની અલ્લુરી સીતારામ રાજુ (રામ ચરણ)ના પિતા વેંકટ રામા રાજુની ભૂમિકા ભજવે છે.

ગોદાવરીના મગુલ ગામમાં રહેતા રાજુએ અંગ્રેજો સામે આંદોલન કર્યું હતું. તેમણે બાળપણથી જ અલ્લુરીને ક્રાંતિકારી મૂલ્યો આપ્યા હતા. તેમને અંગ્રેજો સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા મળી હતી. પરંતુ ફિલ્મમાં તેમના જીવનનો બહુ ઓછો ભાગ બતાવવામાં આવ્યો છે. 3 કલાક 6 મિનિટની ફિલ્મમાં અજય દેવગન માત્ર 5 મિનિટ માટે તેના પાત્રમાં દેખાય છે. તેના ભાગમાં બહુ ઓછા દ્રશ્યો આવ્યા છે. તેવી જ રીતે અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મમાં સીતાના રોલમાં છે. સીતા અલ્લુરી (રામ ચરણ)ની મંગેતર છે. તેમની સાથે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ફિલ્મમાં સીતાના પણ ઘણા ઓછા સીન છે.

એકંદરે ફિલ્મમાં તેની હાજરી માત્ર 10 મિનિટની છે. ખરા અર્થમાં જો આલિયા અને અજયને ફિલ્મમાં ન લેવામાં આવ્યા હોત તો પણ તેમના પાત્રો પર કોઈ અસર ન થઈ હોત. સાઉથનો કોઈપણ કલાકાર તેને વધુ સારી રીતે ભજવી શક્યો હોત. હોલીવુડ કલાકારો ઓલિવિયા મોરિસ, એલિસન ડુડી અને રે સ્ટીવનસનને ફિલ્મમાં અજય દેવગન અને આલિયા ભટ્ટ કરતાં વધુ અસરકારક પાત્રો અને સ્ક્રીન સ્પેસ મળી છે.

જે રીતે બોલિવૂડ સાઉથના સ્ટાર્સને પોતાની ફિલ્મોમાં મહત્વનો રોલ આપે છે તે રીતે સાઉથ સિનેમાના મેકર્સ પણ પોતાની ફિલ્મોમાં બોલિવૂડના કલાકારોને મહત્વ નથી આપતા. તે આ કલાકારોનો ઉપયોગ માત્ર ચહેરા તરીકે કરે છે. આ માટે બોલિવૂડ સ્ટાર્સ પણ ઘણી હદ સુધી જવાબદાર છે. કારણ કે ફિલ્મ સાઈન કરતા પહેલા તમામ કલાકારો ફિલ્મની સ્ક્રિપ્ટ ચોક્કસ વાંચે છે. જો આ જ સિલસિલો ચાલુ રહ્યો તો એ દિવસ દૂર નથી જ્યારે બોલિવૂડના મોટા સ્ટાર્સ સાઉથની ફિલ્મોમાં સાઈડ એક્ટર તરીકે સ્થાપિત થઈ જશે. સાઉથના સ્ટાર્સ જ સુપરસ્ટાર કહેવાશે.

Shah Jina