ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક…રામ જન્મભૂમિ પહોંચી ભાવુક થયા ફિલ્મી સ્ટાર્સ

અયોધ્યામાં સદીઓથી જે પળની રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ આજ એટલે કે 22 જાન્યુઆરીએ પૂરી થઈ રહી છે. ભગવાન રામલલાની ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઇ. બોલિવૂડ પણ આ અલૌકિક ક્ષણનું સાક્ષી બન્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈની ઘણી હસ્તીઓ અયોધ્યામાં છે.

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અવસર પર સેલિબ્રિટીઓ ખૂબ જ ખુશ છે અને તેમની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. સુભાષ ઘાઈ, જેકી શ્રોફ, અનુપમ ખેર સહિત ઘણા કલાકારોએ રામ મંદિરને લઈને પોતાની લાગણીઓ શેર કરી છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા આવેલા ઘણા સેલેબ્સ મીડિયા સાથે વાત કરતા પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

નિર્દેશક સુભાષ ઘાઈએ કહ્યું, “રામ મંદિરનું નિર્માણ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ છે. હું આજે ખૂબ જ ખુશ છું, અમે બાળપણથી આ સ્થળ વિશે સપના જોતા અને સાંભળતા હતા. આજે અયોધ્યામાં આવીને ખૂબ જ સારું લાગે છે.”

સંગીતકાર અનુ મલિકે કહ્યુ- તે રામ મંદિર સામે પોતાને જોઇ તે ભાવુક થઇ જયા અને તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. આ તમારી સાથે થઇ જાય છે, તમે તેને પ્લાન નથી કરતા.

મહાભારતમાં કૃષ્ણની ભૂમિકા ભજવનાર નીતીશ ભારદ્વાજે કહ્યું કે એકવાર ફરી જૂનું ગૌરવ દેખાઇ રહ્યુ છે. નીતિશે આગળ કહ્યું, “એકવાર ફરી પ્રાચીન ગૌરવ મંદિરના માધ્યમથી દેખાઇ રહ્યુ છે, ઘણુ સારુ લાગે છે. આજે મનમાં માત્ર આસ્થા, પૂજા અને વિશ્વાસ છે. દર્શન કરીશું પ્રભુ રામના આજે લલાના રૂપમાં.

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ પણ આ સમારોહનો હિસ્સો બન્યા અને કહ્યું કે ભગવાને અમને અહીં બોલાવ્યા છે તે મોટી વાત છે. અભિનેતાએ કહ્યું, “અહીં આવીને ખૂબ સારું લાગ્યું, મોહબ્બત લાગી અને કેવું લાગે મંદિર આવી. આજે અમે અહીં આવ્યા છીએ તે મોટી વાત છે.

લોક ગાયિકા માલિની અવસ્થીએ કહ્યું કે આજનો દિવસ જબરજસ્ત દિવસ છે. હવે ભગવાન રામના દર્શન કરવાનો સમય પૂરો થઈ રહ્યો છે.

અયોધ્યા પહોંચેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે કાશ્મીરી હિન્દુના વેશમાં આ સમારોહમાં ભાગ લીધો હતો.અભિનેતાએ કહ્યું હતું કે, “હું તે લાખો અને કરોડો કાશ્મીરી હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરું છું. ભગવાન રામની વાપસી થઇ રહી છે, અમારી પણ વાપસી થઇ રહી છે. આ દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.”

તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી પુત્ર રામ ચરણ સાથે રામ જન્મભૂમિ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે તે ભાગ્યશાળી છે કે ભગવાને તેમને આ તક આપી છે. અભિનેતાએ એમ પણ કહ્યું કે આજે તેઓ અયોધ્યામાં પરિવાર સાથે આવી ખૂબ ભાગ્યશાળી મહેસૂસ કરી રહ્યા છે.

સોનુ નિગમ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઇમોશનલ થઇ ગયો હતો. સિંગરે ભરેલા ગળે કહ્યુ કે- અત્યારે કંઇ બોલવા માટે નથી.

Shah Jina