‘ધ આર્ચીઝ’ના પ્રીમિયરમાં બોલિવુડ સેલેબ્સનો જમાવડો, ખાન પરિવાર અને બચ્ચન પરિવારે આપ્યા કેમેરામાં પોઝ

‘ધ આર્ચીઝ’ના પ્રીમિયર પર પહોંચ્યા સ્ટાર્સ, કેટરીનાથી લઇને એશ્વર્યા સુધી…ગ્લેમરસ લુકમાં હસીનાઓએ વધારી રોનક

ખુશી કપૂર માટે ઇમોશનલ પળ, ‘ધ આર્ચીઝ’ની સ્ક્રીનિંગમીં પહેર્યુ માતા શ્રીદેવીનું ગાઉન

શાહરૂખની દીકરી અને અમિતાભના નાતીને સપોર્ટ કરવા પહોંચ્યુ આખુ બોલિવુડ, ફોટો ક્લિક કરાવા માટે લગાવવી પડી લાઇન

હિંદી સિનેમાના મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આ દિવસોમાં તેની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ને લઇને ચર્ચામાં બનેલી છે. આ ફિલ્મથી સુહાનાએ બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ છે. આ વચ્ચે ફિલ્મની રીલિઝ પહેલા મંગળવારે મુંબઇમાં ‘ધ આર્ચીઝ’નું ગ્રેન્ડ પીમિયર યોજાયુ હતુ. જેમાં શાહરૂખ ખાનનો પરિવાર અને બચ્ચન પરિવાર સહિત લગભગ આખુ બોલિવુડ ઉમટી પડ્યુ હતુ.

આ દરમિયાન કિંગ ખાનની ફેમીલી અને બચ્ચન ફેમીલીની તસવીરો સામે આવી છે. લાંબા સમયથી ડાયરેક્ટર ઝોયા અખ્તરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’ આખરે 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ ચૂકી છે. ઇન્ડસ્ટ્રીના 3 સ્ટારકિડ્સના ડેબ્યુને કારણે ઝોયાની ‘ધ આર્ચીઝ’ પણ બધાની નજર હતી.

આ વચ્ચે મુંબઇમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં 5 ડિસેમ્બરે ‘ધ આર્ચીઝ’નું ગ્રેન્ડ પ્રીમિયર રાખવામાં આવ્યુ હતુ. આ દરમિયાન શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન, દીકરા આર્યન અને અબરામ તેમજ દીકરી સુહાના સાથે પહોંચ્યા હતા. રેડ ગાઉનમાં સુહાના ઘણી હોટ લાગી રહી હતી.

પ્રીમિયરમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, એશ્વર્યા, અભિષેક, આરાધ્યા, શ્વેતા, નવ્યા સહિત પૂરો બચ્ચન પરિવાર પણ સામેલ થયો હતો. આ ઉપરાંત અન્ય સેલેબ્સની વાત કરીએ તો, અર્જુન કપૂર, રેખા, હ્રતિક રોશન, રણબીર કપૂર, નીતૂ કપૂર, બોબી દેઓલ, કરણ જોહર પણ પ્રીમિયરમાં સામેલ થયો હતો.

તેમજ બહેન ખુશી કપૂરને ચિયર કરવા જાહ્નવી કપૂર પણ હોટ લુકમાં પ્રીમિયરમાં પહોચી હતી. રેખા, કેટરિના કૈફ, મલાઈકા અરોરા, અને અનન્યા પાંડે પણ તેમના સ્ટાઇલિશ અવતારમાં પ્રીમિયર ઇવેન્ટમાં પહોંચ્યા હતા. રેખાએ સાડી પ્રત્યેનો પ્રેમ જાળવી રાખતાં યલો સાડી પહેરી હતી. જ્યારે દિયા મિર્ઝાએ આ ઇવેન્ટ માટે સ્ટાઇલિશ બ્લેક મોનોટોન ડ્રેસ પસંદ કર્યો હતો.

કેટરીના કૈફ પણ બ્લેક ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. ત્યાં જાહ્નવી મલ્ટીપલ કલર બેઝલ્સ ડ્રેસમાં ઇવેન્ટમાં હોટનેસ ઉમેરતી જોવા મળી હતી. શનાયા વ્હાઇટ ગાઉન સાથે સેફાયર નેકલેસમાં તો લવબર્ડ્સ હ્રતિક રોશન અને સબા આઝાદ પણ અદભૂત આઉટફિટમાં જોવા મળ્યા હતા.

શાહરૂખની દીકરી સુહાના અને અમિતાભ બચ્ચનના નાતી અગત્સ્ય સાથે બોની-શ્રીદેવીની દીકરી અને જાહ્નવીની બહેન ખુશી કપૂર પણ ‘ધ આર્ચીઝ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી રહી છે.

આ દરમિયાન ખુશી કપૂર પણ ગ્લેમરસ લુકમાં પહોંચી હતી. તેણે પેપરાજીની સામે કોન્ફીડન્સ સાથે પોઝ આપ્યો હતો. સિલ્વર ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ખુશીએ જે ગાઉન પહેર્યુ હતુ તે તેની માતા શ્રીદેવીનું હતુ. ખુશીએ આ ગાઉનની સાથે શ્રીદેવીની જ્વેલરી પણ પહેરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina