દુઃખદ: લગ્નના 1 જ મહિનો થયો, આર્મી માટે તૈયારી કરતો હતો અને અચાનક જ મૃત્યુ પામ્યો…પત્ની રાહ જોતી રહી

ગુજરાત સમેત દેશમાંથી અવાર નવાર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર કેટલાક પરિવારો તો ઘણીવાર પરિવારનો એકનો એક દીકરો કે અન્ય લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે હાલ અકસ્માતમાં એક યુવકનું મોત થયુ છે, જે આર્મીમાં જવા માટે તૈયારી કરી રહ્યો હતો. આર્મીમાં જવા માટે રસ્તા પર દોડની પ્રેક્ટિસ કરી રહેલા એક યુવકને એક ગાડીએ કચડી નાખ્યો. શહેરથી દૂર કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પરિક્ષાઓની તૈયારી કરનાર સ્ટુડન્ટ્સની સંખ્યા લાખોમાં છે. (તમામ તસવીરો સૌજન્ય : દૈનિક ભાસ્કર)

સુવિધાઓના અભાવને કારણે તેઓ રસ્તા પર બેકાબૂ વાહનો વચ્ચે પ્રેક્ટિસ કરવા મજબૂર થાય છે. સવારે સવારે અંધારામાં કલાકો સુધી પરસેવો વહાવી યુવાઓ તેમના જીવન પર દાવ લગાવવા મજબૂર બનતા હોય છે. ભરતપુરમાં સવારે આવા જ એક નૌજવાનની મોત થઇ ગઇ, જેણે દેશની સેવાનું સપનું જોયુ હતુ. રાજસ્થાનના ભરતપુરમાં આર્મીમાં જવાની તૈયારી કરી રહેલા એક યુવકનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. યુવક શનિવારે સવારે રોડ પર દોડી રહ્યો હતો ત્યારે બોલેરોએ તેને ટક્કર મારી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

યુવકના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, બરખેડા નિવાસી રામહેટીનો 22 વર્ષિય પુત્ર દેવેન્દ્ર આર્મી ભરતીની તૈયારી કરી રહ્યો હતો. દરરોજની જેમ તે સવારે 4 વાગ્યે દોડવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. ગોપાલગઢથી બરખેડા રોડ પર દોડતી વખતે એક બોલેરો કારે તેને ટક્કર મારી હતી. માહિતી મળતા પરિવારજનો તેને પહાડીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોતથી રોષે ભરાયેલા પરિવારજનોએ આરોપી ડ્રાઈવરની ધરપકડની માંગ સાથે પ્રદર્શન કર્યું હતુ.

તેઓએ બરખેડા રોડ પર લાશ મૂકી નાકાબંધી કરી હતી. માહિતી મળતાં પહોંચેલી પોલીસે લોકોને સમજાવ્યા અને તે બાદ રસ્તા પરથી હટાવ્યા હતા. પોલીસે આરોપી ડ્રાઈવરની વહેલી તકે ધરપકડ કરવાની ખાતરી પરિવારજનોને આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્રના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા. સેનામાં જોડાવાનું તેનું સપનું હતું. તે ગામના મિત્રો સાથે રોજ દોડતો હતો. દરરોજની જેમ શનિવારે પણ તે દોડવા ગયો હતો પરંતુ આ દરમિયાન તેનો અકસ્માત થયો અને તે મોતને ભેટ્યો.

દેવેન્દ્રના લગ્ન 10મેના રોજ એટલે કે ઘટનાના 38 દિવસ પહેલા જ થયા હતા. ઘરમાં નવી નવેલી દુલ્હન શિવવતીના આવવાને કારણે રોનક હતી. હજી તો તે નવા પરિવારને સમજી રહી હતી, તેમાં સેટલ થવાની કોશિશ કરી રહી ત્યાં તેને શવિનારે પતિની મોતના સમાચાર મળ્યા. શિવવતિ સાથે સાથે પરિવારની પણ રડી રડીને હાલત ખરાબ છે.

Shah Jina