લક્ઝુરિયસ ગાડીને છોટા હાથીમાં એવી રીતે નાખી દીધી કે વીડિયો જોઈને લોકો બોલ્યા….”અલ્યા ફ્રિજ નથી આ…” જુઓ તમે પણ

આવડી મોટી 7 સિટર કારને બોલેરોના પીકઅપમાં ચઢાવી કેવી રીતે ? વીડિયો જોઈને તમારા હોંશ પણ ઉડી જશે… જુઓ

આપણા દેશની અંદર દરેક સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ જરૂર મળી જતો હોય છે. કેટલાક લોકો તો કેટલાક કામ માટે એવા એવા જુગાડ કરે કે જેને જોઈને આપણી આંખો પણ ચાર થઇ જાય. તો ઘણીવાર આવા જુગાડના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને સૌના હોંશ ઉડાવીને રાખી દીધા છે.

તમે સામાન્ય રીતે કોઈ કાર ખરાબ થાય તો તેને ટોઇંગની મદદથી લઇ જતા જોઈ હશે. તો ક્યારેક કારને અન્ય વાહનની અંદર સીધી મુકેલી જોઈ હશે, પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક વ્યક્તિ કારને છોટા હાથીમાં એવી રીતે રાખીને લઇ જઈ રહ્યો છે જે જોઈને તમે તમારું પણ માથું પકડી લેશો. એટલે જ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ ઈન્સ્ટાગ્રામ રીલમાં આપણે જોઈ શકીએ છીએ કે એક મહિન્દ્રા બોલેરો ખાલી રોડ પર ઝડપથી આગળ વધી રહી છે. પણ તમારી નજર તેની પાછળ પડતાં જ તમે અવાચક થઈ જશો. કારણ કે ભાઈ… આ પીકઅપ ટ્રક સામાનના ડબ્બામાં આખી કાર લઈને જાય છે. આ કાર પણ નાની નથી, પરંતુ મારુતિ કંપનીની Ertiga દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rajesh Pamecha (@rajpam14)

ઘણા લોકો વિચારી રહ્યા છે કે કાર પીકઅપમાં કેવી રીતે ચઢી ગઈ? પીકઅપની પાછળ આવી રહેલા બાઇક સવારે આ વીડિયો શૂટ કર્યો હતો. જો કે એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને લાખો લોકો આ વીડિયોને જોઈ પણ ચુક્યા છે, સાથે જ અવનવા પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel