આખરે કોણ છે આ બાળકો જેને ગળે લગાવી બોબી દેઓલ બની ગયો સુપરહિરો, બધી બાજુ થઇ રહી છે ધર્મેન્દ્નના લાલની પ્રશંસા

સુપર સ્ટાર બોબી દેઓલને જોતા જ ગરીબ ભિખારીઓએ ઘેર્યો, અભિનેતાએ કર્યુ એવું કે જોઇને હેરાન રહી ગયા લોકો

બોલિવુડ સેલેબ્સ અવાર નવાર મુંબઇની અલગ અલગ જગ્યાઓ પર સ્પોટ થતા રહે છે. કોઇ જીમ બહાર તો કોઇ સલૂન બહાર તો કોઇ મિત્રો કે પરિવાર સાથે ડે આઉટ કે નાઇટ પર જોવા મળે છે. ત્યાં જ ગત રાત્રે બોબી દેઓલ તેમના કઝિન ભાઇ અભય દેઓલ અને મિત્રો સાથે બાંદ્રાના એક રેસ્ટોરન્ટ બહાર નજર આવ્યા હતા. આ દરમિયાનનો તેમનો એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. બન્યું એવું કે જેવા જ બોબી દેઓલ અને અભય દેઓલ રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યા કે તરત જ કેટલાક ગરીબ બાળકો દોડતા આવ્યા અને તેમને ગળે લગાડ્યા.

આ દરમિયાન બંને ભાઈઓએ સ્મિત સાથે ત્યાં રહેલ ભિક્ષુક બાળકોને ગળે લગાવ્યા અને તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા. આ દરમિયાન જ્યાં બાળકોની ખુશીનું કોઈ સ્થાન નહોતું ત્યાં બોબી અને અભય પણ ઘણા ખુશ દેખાતા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ બંનેના વખાણ કરી રહ્યા છે. બોબી દેઓલ અને અભય દેઓલનો ગરીબ બાળકોને ગળે લગાડવાનો અને તેમની સાથે ફોટો ક્લિક કરાવવાનો વીડિયો જોઈને ચાહકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એકે લખ્યું- દેઓલ હંમેશા ખૂબ નમ્ર રહે છે.

એકે લખ્યું – તે ખૂબ જ સ્વીટ છે, પહેલીવાર જોયું કે તે સામાન્ય લોકો સાથે કેટલું સારું વર્તન કરે છે. બીજાએ લખ્યું- બંને ભાઈઓ એક જ છે, અભય અને બોબી. એકે કહ્યું – એવા હીરો છે જે ગરીબોને પ્રેમ આપે છે. એકે કહ્યું – તેને જેન્ટલમેન કહેવાય. એકે કહ્યું- જેઓ કોઈની સાથે ભેદભાવ નથી કરતા તેમની સાથે વાત કરો. વખાણ કરતી વખતે એકે લખ્યું- ખૂબ સરસ સર, તમને સલામ. એકે કહ્યું – આખરે આ દીકરો અને ભત્રીજો ધર્મેન્દ્રજીનો છે.

તમને જણાવી દઈએ કે બોબી દેઓલ છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ રેસ 3 માં જોવા મળ્યો હતો, તે ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યો જ્યારે તેની વેબ સીરિઝ આશ્રમ OTT પર રિલીઝ થઈ. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, બોબીની વેબ સિરીઝ આશ્રામનો ત્રીજો ભાગ ટૂંક સમયમાં આવવાનો છે. આ વિશે વાત કરતાં બોબીએ કહ્યું હતું કે નવી સીઝન ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. જો કે, રિલીઝ ડેટ હજુ નક્કી નથી પરંતુ તે ચોક્કસપણે આ વર્ષે રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે બોબીએ વેબ સિરીઝમાં નિરાલા બાબાનું પાત્ર ભજવ્યું હતું અને તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા. બોબી છેલ્લે ZEE5 ફિલ્મ ‘લવ હોસ્ટેલ’માં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તે રણબીર કપૂર સ્ટારર ‘એનિમલ’ અને નેટફ્લિક્સ ફિલ્મમાં જોવા મળશે. ત્યાં અભય છેલ્લે ફિલ્મ ‘વેલે’માં જોવા મળ્યો હતો.

Shah Jina