“એનિમલ” ફિલ્મમાં ખુંખાર વિલન બતાવનાર બોબી દેઓલ આખરે કેમ રડી પડ્યો ? લોકો એને ચૂપ કરાવતા રહ્યા પરંતુ તેની આંખોમાંથી નીકળતા રહ્યા આંસુઓ.. જુઓ

“એનિમલ”ની સફળતા જોઈને રડી પડ્યો બોબી દેઓલ, વીડિયો જોઈને ચાહકો થઇ ગયા શોક

Bobby Deol cried over the success of Animal : 1 ડિસેમ્બરના રોજ સિનેમા ઘરોમાં આવેલી ફિલ્મ “એનિમલ” ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાનામુખ્ય ભૂમિકામાં છે. રિલીઝના 3 દિવસમાં જ એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું. આ ફિલ્મમાં બોબી દેઓલ વિલનની ભુમિકામાંજ હોવા મળી રહ્યો છે. આ દરમિયાન બોબી દેઓલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ઈમોશનલ થતો જોવા મળ્યો હતો. જે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

બોબી થયો ભાવુક :

બોબી દેઓલ એનિમલમાં નેગેટિવ રોલમાં જોવા મળી રહ્યો છે, જેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બોબી ખૂબ જ ખુશ છે અને આ ખુશીને કારણે તેની આંખોમાં આંસુ આવી ગયા. અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કેટલાક લોકોને ગળે લગાવી રહ્યો છે અને આ દરમિયાન તેની આંખોમાં આંસુ આવી જાય છે અને તે કારમાં બેસીને પોતાના આંસુ લૂછી નાખે છે અને ત્યાં હાજર પેપરાજીને જોઈને સ્મિત કરે છે.

દર્શકોનો માન્યો આભાર :

બોબી દેઓલનો આ વીડિયો બોલિવૂડના કેમેરા મેન વીરલ ભાયાનીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે બોબી પહેલા હાથ હલાવીને અને હાથ જોડીને ચાહકોનો આભાર માની રહ્યો છે. જોકે, જ્યારે તે પોતાની કાર તરફ આગળ વધે છે ત્યારે તે ભાવુક થઈ જાય છે. તે ચાહકોની વચ્ચે રડવા લાગે છે. વીડિયોમાં બોબી કહેતા જોઈ શકાય છે – તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન ખરેખર દયાળુ છે, આ ફિલ્મ માટે ખૂબ પ્રેમ છે, મને લાગે છે કે હું સપનું જોઈ રહ્યો છું.

ફ્લોર પર બેસીને જોઈ ફિલ્મ :

આ દરમિયાન બોબી દેઓલે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે તેના ફેન્સ સાથે સિનેમા હોલમાં ફ્લોર પર બેસીને ફિલ્મ જોતો જોવા મળ્યો હતો. આ સાથે તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું કે, ‘મને જે પ્રેમ અને પ્રશંસા મળી છે તેના માટે હું આભારી છું #Animal. તમને જણાવી દઈએ કે ‘એનિમલ’માં રણબીર કપૂર અને બોબી દેઓલ સિવાય રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર, શક્તિ કપૂર, સુરેશ ઓબેરોય, પ્રેમ ચોપરા અને તૃપ્તિ ડિમરી મહત્વની ભૂમિકામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel