ઇસ્કોન બ્રિજની ઘટના બાદ પણ નબીરાઓની આંખો નથી ઉઘડી, નશામાં ધૂત BMW કાર ચાલકે સર્જ્યો અકસ્માત, વીડિયોમાં હાલત જોઈને ગુસ્સો આવી જશે.. જુઓ

અમદાવાદ: નશામાં ધૂત નબીરાએ BMW કારથી કર્યો અકસ્માત, વીડિયો વાયરલ

Ahmedabad BMW Accident : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં મોટાભાગના અકસ્માત ઓવરસ્પીડના કારણે થતા હોય છે. હજુ અઠવાડિયા પહેલા જ ઇસ્કોન બ્રિજ પર થયેલો અકસ્માત લોકોના માનસપટ પરથી હટ્યો નથી ત્યારે જ એક પછી એક નબીરાઓ દ્વારા સર્જવામાં આવતા અકસ્માતની ખબરો સામે આવી રહી છે. હાલ અમદાવાદમાંથી એક એવી જ ખબર સામે આવી છે જેમાં રાત્રીના સમયે એક નશામાં ધૂત BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો.

નશામાં ધૂત હતો કાર ચાલક :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના માણેકબાગ વિસ્તારની અંદર રાત્રે 1 વાગ્યાની આસપાસ નશામાં ધૂત કમલેશ બિશ્નોઇ નામના યુવકે પોતાની લક્ઝુરિયસ BMW કારથી અકસ્માત સર્જ્યો હતો. તેને પોતાની કાર એક જગ્યાએ નહિ પરંતુ અનેક જગ્યાએ અથડાવી હતી, સારું રહ્યું કે તેની કારની અડફેટમાં કોઈ વ્યક્તિ નહોતું આવ્યું, નહિ તો ગંભીર અકસ્માત સર્જાઈ શકતો હતો. કાર ચાલક નશામાં એટલો ધૂત હતો કે તેને કોઈ વાતનો હોંશ જ નહોતો. સ્થાનિક લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધો છે.

ઘણી જગ્યાએ અથડાવી કાર :

ત્યારે ઇસ્કોન બ્રિજ પર ઘટેલી ઘટના બાદ પોલીસ પણ હવે સજાગ બની છે અને રાત્રીના સમયે આવી રીતે ઓવરસ્પીડિંગ કરતા લોકો સામે કાર્યવાહી પણ કરી રહી છે, ત્યારે આ ઘટનામાં પણ પોલીસે ફિલ્મી ઢબે કાર ચાલકનો પીછો કર્યો હતો. કાર ચાલકે રાત્રે 1 વાગ્યાની આસપાસ  GJ 01 KA 6566 નંબરની લક્ઝુરિયસ BMW કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સાથે અથડાવી હતી. જેના બાદ દારૂના નશામાં કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી હતી. ત્યારે સેટેલાઈટ પોલીસે પીછો કરતાં ચાલક માણેકબાગથી ઝડપાયો હતો.

ફિલ્મો સ્ટાઈલમાં પોલીસે પીછો કરીને કરી ધરપકડ :

પોલીસે હાલ કમલેશની ધપરકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કમેલશન એટલો નશામાં ધૂત છે કે તેને કોઇવાતનું હોશ જ નથી, તે સરખી રીતે ચાલી પણ નથી શકતો અને આવી હાલતમાં તે કાર ચલાવી રહ્યો હતો. વીડિયો અને તસવીરોમાં પણ કારની હાલત જોઈ શકાય છે જેમાં કારનું આગળનું વ્હીલ આખું ફાટી ગયું છે અને અને તેના ફૂરચેફૂરચા ઉડી ગયા છે. સદ્દનસિબી તેની કારની અડફેટમાં કોઈ આવ્યું નહિ, નહીંતર મોટો અકસમાત સર્જાઈ શકતો.

Niraj Patel