હાઇપ્રોફાઇલ કેસ : ઇન્સપેક્ટરની પત્નીએ પૂર્વ મંત્રીના ભત્રીજાને પાર્ટીમાં બોલાવી પીવડાવ્યો દારૂ, પછી ગંદુ કામ કરી માગ્યા 1 કરોડ

મંત્રીના ભત્રીજાને દારૂ પીવડાવ્યા બાદ પોલીસ પુત્રીએ માંગ્યા 1 કરોડ, આગળ જબરું થયું…

ગુજરાત સહિત દેશભરમાંથી છેલ્લા કેટલાક સમયથી હનીટ્રેપના ઘણા મામલાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હાલમાં પૂર્વ મંત્રી અને મધ્યપ્રદેશના વર્તમાન ધારાસભ્યના ભત્રીજાને બ્લેકમેઇલ કરીને પૈસાની માંગણી કરવાનો મામલો સામે આવ્યો છે. બ્લેકમેઇલ કરનાર મહિલા નિવૃત્ત સીએસપીની પુત્રી અને ટીઆઈની પત્ની છે. આ કેસમાં ખજુરી પોલીસે આરોપી મહિલા, તેની એક મિત્ર સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે. કોન્ટ્રાક્ટરને હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પીડિત કોન્ટ્રાક્ટર બે મહિલાઓ સાથે પાર્ટીમાં ગયો હતો.

આરોપ છે કે ત્યાં બંને મહિલાઓએ તેને ખૂબ જ દારૂ પીવડાવ્યો હતો. આ પછી તેણે તેના અન્ય બે સાથીઓને બોલાવ્યા. તેઓએ કોન્ટ્રાક્ટર પર હુમલો કર્યો અને તેને તેના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવવા દબાણ કર્યું. તેઓ કોન્ટ્રાક્ટર પાસેથી એક કરોડ રૂપિયાની માંગણી કરવા લાગ્યા. આમ ન કરવા પર તેમણે પીડિતને બરાત્કારના ખોટા કેસમાં ફસાવવાનો અને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. મહિલાની આ હરકતોથી પરેશાન થઈને તેનો પતિ તેનાથી દૂર રહે છે.

પ્રતિકાત્મક તસવીર

આ કેસમાં પોલીસનું કહેવું છે કે આરોપી મહિલા અને તેની મિત્ર સહિત બે અજાણ્યા શખ્સો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ બાદ તેઓની પૂછપરછ કરવામાં આવશે. પીડિત કોન્ટ્રાક્ટરના નિવેદન મુજબ તેને જન્મદિવસની પાર્ટીના બહાને બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેની પર હુમલો કર્યો અને પૈસાની માંગણી કરી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મહિલાના ઘણા પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક છે. આ મામલામાં તેણે બરાત્કારનો કેસ પણ નોંધવાની કોશિશ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

આરોપીનું નામ સોનાલી દાતરે છે. તે અગાઉ પણ વિવાદોમાં રહી છે. તેના ઈન્સ્પેક્ટર પતિએ પત્ની પર તત્કાલીન ADG રાજેન્દ્ર મિશ્રા, TI પરસરામ ડાબર સાથે ગાઢ સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભોપાલ પોલીસ સોનાલીના ગુનાહિત રેકોર્ડની તપાસ કરી રહી છે. આ પહેલા સોનાલીએ જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ અપહરણની ખોટી ફરિયાદ નોંધાવી હતી. તત્કાલીન એસપી અંશુમાન સિંહે તેની તપાસ કરી તો મામલો નકલી હોવાનું જાણવા મળ્યું હતું.

Shah Jina