BIG NEWS : હેલિકોપ્ટર ક્રેશવાળી જગ્યાએથી મળી ગઈ આ કામની વસ્તુ, ખુલી શકે છે કેટલાક રાઝ

બુધવારે તમિલનાડુમાં CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ત્યાં બ્લેક બોક્સની શોધ ચાલી રહી હતી. આ માટે અધિકારીઓની ટીમ ત્યાં કામે લાગી હતી. તપાસનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હતો. ગુરુવારે, આર્મી અધિકારીઓને તપાસમાં સફળતા મળી, ક્રેશ થયેલા ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનું ફ્લાઇટ રેકોર્ડર એટલે કે ‘બ્લેક બોક્સ’ મળી આવ્યું છે. ઘટનાસ્થળથી થોડાક મીટર દૂર બ્લેક બોક્સ મળી આવ્યું હતું. અકસ્માત બાદ આ બ્લેક બોક્સ વેરવિખેર થઈને પડ્યું હોવાનો અંદાજ છે. આ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના મોત થયા હતા.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સંરક્ષણ અધિકારીઓએ બ્લેક બોક્સની શોધ રેન્જને અકસ્માત સ્થળથી 300 મીટરથી એક કિલોમીટર દૂર સુધી વધારી દીધી છે. ગુરુવારના રોજ એટલે કે આજે બોક્સ મળી આવ્યુ છે. બ્લેક બોક્સ પર્વતીય વિસ્તારમાં આ દુર્ઘટના સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી આપશે. બુધવારે Mi-17VH હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં આગ લાગી અને તેમાં 63 વર્ષીય રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં માત્ર એક જ વ્યક્તિ બચી હતી. બ્લેક બોક્સમાં એક વોઈસ રેકોર્ડર છે જેમાં બધું રેકોર્ડ કરવામાં આવે છે. પાયલોટ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહે છે. જે પણ થાય છે તે બ્લેક બોક્સમાં રેકોર્ડ કરવામાં આવે છે. દુર્ઘટના પહેલા શું થયું, પાયલોટે શું કહ્યું, આ બધુ હવે બ્લેક બોક્સમાંથી જાણવા મળશે.

સશસ્ત્ર દળો સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત જેવા મહત્વના વ્યક્તિને લઈ જતું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું, જેના પરિણામે આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા. ભારતીય વાયુસેનાના એક ભૂતપૂર્વ અધિકારીના જણાવ્યા અનુસાર, “હેલિકોપ્ટરની વ્યાપક તપાસ કરવામાં આવી હશે. સ્ટેન્ડબાય હેલિકોપ્ટર પણ હશે. હવામાનની સ્થિતિ પણ તપાસવામાં આવી હશે. આ કિસ્સામાં, જો વેલિંગ્ટનમાં હવામાન થોડું ખરાબ હોય તો, તેઓએ પ્રસ્થાન કરવાનો પ્રયાસ કર્યો હોત અને પછી તેને અટકાવવાનું નક્કી કર્યું હોત. ટેકનિકલ ખામી અથવા હવામાન એ પરિબળ હોઈ શકે છે જે અકસ્માતનું કારણ બની શકે છે.

ઉલ્લેખનીય છે કે, હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સ્થાનિકોએ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, “ત્યાં ધુમ્મસ હતું, હેલિકોપ્ટર કદાચ કોઈ એક વૃક્ષ સાથે અથડાયા બાદ નીચે પડી ગયું હતું. તે ઘટનાસ્થળે પહોંચ્યો અને જોયું કે હેલિકોપ્ટર ઊંધું-ચત્તુ હતું અને તરત જ આગ લાગી ગઈ હતી.” હેલિકોપ્ટરમાં જનરલ રાવતની હાજરીની પુષ્ટિ કરતા ભારતીય વાયુસેનાએ ટ્વીટ કર્યું કે, તમિલનાડુના જનરલ બિપિન રાવતને લઈ જતું IAF MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું. સેનાએ કહ્યું કે દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હેલિકોપ્ટર સુલુર એરપોર્ટ પરથી ઉડાન ભરીને વેલિંગ્ટન જઈ રહ્યું હતું.

Shah Jina