BREAKING : ચીનમાં ક્રેશ થયેલા વિમાનમાં થયો મોટો ખુલાસો

ચીનમાં અમુક દિવસ પહેલા થયેલા પ્લેન ક્રેશમાં 132 લોકોની મૌત થયાનું સામે આવ્યું હતું.ચીનનું ઇસ્ટર્ન પેસેન્જર વિમાન જે પહાડ પર ક્રેશ થઇ ગયું હતું જેમાં 132 લોકો સવાર હતા.  એવામાં તાજેતરમાં જ પ્લેન ક્રેશની જગ્યા પર બે બ્લેક બોક્સમાંથી એક બોક્સ અધિકારીઓને મળી આવ્યું છે.ચીની ઓથોરિટીના તરફથી આ જાણકારી આપવામાં આવી છે. ચીને જણાવ્યું કે આ બ્લેક બોક્સ ખુબ જ ક્ષતિગ્રસ્ત હાલતમાં મળ્યું છે, ઉડ્ડયન નિયામકના અધિકારીઓએ બુધવારે સંવાદદાતાઓને કહ્યું કે રેકોર્ડર એટલું ક્ષતિગ્રસ્ત હાલતમાં છે કે એ કહેવું મુશ્કેલ છે કે તે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે કે પછી કોકપીટ વોયસ રેકોર્ડર.

અધિકારીઓએ કહ્યું કે વિમાનના નોજડાઈવમાં ગયા પછી પાઇલોટ્સે હવાઈ યાતાયાત નિયંત્રકોના ફોનનો જવાબ આપ્યો ન હતો. આ વિમાન ક્રેશનો ભયાવહ વીડિયો ફૂટેજ સામે આવી હતી, જેમાં વિમાન જમીન પર આવતું દેખાઈ રહ્યું છે.એક સિક્યોરીટી કેમેરામાં આ વીડિયો કેદ થયો હતો. ઉડ્ડયન પ્રશાસને જણાવ્યું કે બોઇંગ 737 એરક્રાફ્ટ કુનમિંગ સિટીથી ગુઆનઝૂ જઈ રહ્યું હતું ત્યારે હવામાં સંપર્ક તૂટી ગયો હતો.વિમાન ગ્રામીણ વિસ્તારમાં વુઝુઉની પાસે ક્રેશ થયું અને પહાડ પર આગ લાગી ગઈ હતી. બચાવ પક્ષને હજી સુધી કોઈપણના જીવિત હોવાના સબૂત મળ્યા નથી.

વિમાનમાં 132 લોકો સવાર હતા અને દરેકની મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં 123 યાત્રીઓ અને 9 કૃ મેમ્બર પણ સામેલ હતા. એવામાં ખરાબ મૌસમ વચ્ચે પણ શોધકર્તાઓ વિમાનના બ્લેક બોક્સ, કોકપીટ વોઇસ રેકોર્ડ અને માનવ અવશેષોની શોધમાં લાગી રહ્યા હતા.ચીનના સરકારી મીડિયા દ્વારા જાણવા મળ્યું કે બોઇંગ 737-800 વિમાનના નાના નાના ટુકડાઓ ઘટનાસ્થળ પર વિખેરાયેલા પડ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિએ વ્યાપક બચાવ અભિયાન ચલાવવા અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે સાથે ઘટનાની પૂર્ણ તપાસ માટે આદેશ આપ્યો હતો. ચીનની ત્રણ સૌથી મોટી કંપનીઓમાં સામેલ ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સની સોમવારે થયેલી દુર્ઘટના પછી પોતાની દરેક બોઇંગ 737-800 વિમાનોની ઉડાનો રદ્દ કરી દીધી છે.

Krishna Patel