‘પ્રદેશ કા નેતા કેસા હો’ના લગાવતા હતા નારા, અચાનક થયુ એવું કે ધડામ દઇને પડ્યા BJP નેતા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે કે કોઇ પણ વીડિયો અપલોડ થાય પછી તેને વાયરલ થત જરા પણ વાર લાાગતી નથી. હાલમાં આવો જ એક BJP નેતાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર એએનઆઇ દ્વારા શેર કરવામાં આવ્યો છે. 27 સપ્ટેમ્બર સોમવારના રોજ એક કાર્યક્રમ દરમિયાન એક BJP નેતા લોકોને સંબોધિત કરતા કરતા સ્ટેજ પરથી નીચે પડી ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની છે, જયાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના કાર્યક્રમ દરમિયાન એક સ્થાનીય નેતા સ્ટેજ પર નારા લગાવી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ બોલતા બોલતા સ્ટેજ પરથી નીચે પડી ગયા. ખરગોન જિલ્લાના ખંડવા સંસદીય ક્ષેત્રની આ ઘટના છે. અહીં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સરકારી કાર્યક્રમ જનદર્શન યાત્રા અંતર્ગત ઝિરન્યા બ્લોક મુખ્યાલય પર પહોંચ્યા હતા.

સ્ટેજ પર ઊભેલા ભીકનગામના BJP નેતા જગદીશ જાયસવાલ માઇક હાથમાં રાખી નારા લગાવી રહ્યા હતા અને આ દરમિયાન જ તેમને ખબર ન રહી કે આગળ સ્ટેજ ખત્મ થઇ ગયો છે અને જેવા જ તેઓ આગળ વધ્યા કે તેમનો પગ લપસી ગયો અને તેઓ નીચે પડી ગયા. આ બધુ ત્યારે થયુ જયારે નારા લાગી રહ્યા હતા કે પ્રદેશ કા નેતા કેસા હો. જાયયસવાલ જયારે પડ્યા તો શિવરાજ સિંહ ચૌહાણ સ્ટેજ પર પહોંચ્યા હતા અને તે બેસવા જ જઇ રહ્યા હતા.

Shah Jina