શેરીમાં ફરી રહ્યો હતો યુવક, પૂછપરછ કરી તો બોલ્યો- આજે બર્થ ડે, લોકોએ કેક મંગાવી અને લખાવ્યુ ચોર- જુઓ ક્યારેય ના જોયો હોય તેવો વીડિયો

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ઘણો જ ચર્ચામાં છે. આ વીડિયોને જોઇને એવું લાગી રહ્યુ છે કે, કોઇનો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ કેકની સામે ઉભેલા વ્યક્તિનો પરિચય કરાવે છે અને કહે છે કે આજે અમારા વિસ્તારમાં એક ચોર પકડાયો છે અને તેણે અમને કહ્યું કે આજે તેનો જન્મદિવસ છે. તેથી જ આજે અમે તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ. વીડિયોમાં જોઈ શકાય છે કે ચોરે કેક પણ કાપી હતી. કેક પાસે ચાર ચાવી અને એક પકડ જેવું મોટુ કોઇ સાધન પણ રાખવામાં આવ્યુ છે. ચોર કેક કાપી રહ્યો હતો જ્યારે બીજી વ્યક્તિ કેક કાપી અને તેને કેકનો મોટો ટુકડો ખવડાવવા લાગ્યો.

વીડિયોના બેકગ્રાઉન્ડમાં કેટલાક લોકો હેપ્પી બર્થ ડે ચોર ગીત ગાતા સાંભળવા મળી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, આટલો પ્રેમ બાળપણમાં મળ્યો હોત તો કદાચ એ ચોર ના બનતો. આ વીડિયો યુઝર્સને ખૂબ એન્ટરટેઈન કરી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. આટલું જ નહીં, આ વીડિયો પર 3 લાખથી વધુ લાઈક્સ અને 2 હજારથી વધુ કમેન્ટ પણ આવી છે. એક યુઝરે કોમેન્ટ કરીને કહ્યું કે ચોર પણ વિચારતો હશે કે લોકો કેટલા ખતરનાક છે.અન્ય એક યુઝરે લખ્યું- બર્થ ડે બમ હજી બાકી છે.

બીજા એક યુઝરે લખ્યું- હું વિચારી રહ્યો છું કે જન્મદિવસ પછી તે કેટલા લોકોને મારી નાખશે. એક યુઝરે લખ્યું- હેપ્પી બર્થડે ચોર ભાઈ. ત્યાં એક યુઝરે લખ્યું તમે લોકો ઘણું ખોટું કરી રહ્યા છો. જો તમારો પુત્ર હોત, તો શું તમે તેનો જન્મદિવસ ઉજવશો ? ચોરને સમજાવવાને બદલે તમે તેનું અપમાન કરો છો. તમને શરમ આવવી જોઈએ. જો કે, આ વીડિયો પર યુઝર્સ ઘણી અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ઘટનાની વાત કરીએ તો, એક અજાણ્યો યુવક દિવસભર કોલોનીમાં ફરતો જોવા મળે છે.

ચોર હોવાની શંકાના આધારે લોકો તેને પકડીને તેની તપાસ કરે છે. તેની સાથે ચાવીઓ અને તાળાઓ કાપવા માટેનું એક મોટુ કટર મળી આવે છે. લોકો આશ્ચર્યચકિત થાય છે અને તેની હિંમતની પ્રશંસા કરે છે. તેને પોલીસને સોંપતા પહેલા લોકો તેની પૂછપરછ કરી રહ્યા છે. આ દરમિયાન યુવક કહે છે કે આજે તેનો જન્મદિવસ છે. આ જાણ્યા પછી, ત્યાં હાજર સ્થાનિક લોકો એક કેક મંગાવે છે, જેના પર ચોર લખેલું છે.

Shah Jina