આ કાબર બોલી “હરે ક્રિષ્ના અને હરિ બોલ” વીડિયો જોઈને યુઝર્સે કહ્યું, “આ તો છે સનાતન પક્ષી !” જુઓ તમારું પણ દિલ જીતી લેશે

ઇન્ટરનેટ ઉપર પશુ પક્ષીઓના ઘણા બધા વીડિયો વાયરલ થતા તમે જોયા હશે, જેમાં તેમના ક્યૂટ ક્યૂટ અંદાજ હંમેશા દિલ જીતી લેતા હોય છે, ઘણીવાર ઘણા વડિયોમાં તમે પોપટને રામ નામ અને ઘણી બધી એવી વાતો બોલતા સાંભળ્યા હશે જેને જોઈને તમે ખુશ થઇ જતા હશો, પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કાબર હરિ બોલ અને હરે ક્રિષ્ના જેવા શબ્દોનું ઉચ્ચારણ કરતી જોવા મળી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર વાયરલ થઈ રહેલો આ વીડિયો મથુરાનો જણાવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયોને ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ જેવા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી શેર કરી રહ્યાં છે. દરેકના મનમાં એક જ સવાલ થઇ રહ્યો છે કે આ પક્ષી શ્રી કૃષ્ણનો ભક્ત કેવી રીતે હોઈ શકે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં એક વ્યક્તિ પક્ષી સાથે વાત કરી રહ્યો છે અને તેને હરે કૃષ્ણ કહેવાનું કહી રહ્યો છે. વ્યક્તિ બોલતાની સાથે જ પક્ષી પણ હરે કૃષ્ણનો જાપ કરવા લાગે છે. થોડી વાર પછી પક્ષી પણ ‘હરિ બોલ’ કહે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને પસંદ પણ કર્યો છે.

વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, સાથે જ કેપશનમાં લખવામાં આવ્યું છે, “અદભુત, હૃદયને સ્પર્શી જનારૂ સનાતન પક્ષી.  સનાતન ધર્મ શું શીખવે છે તે જોઈ લો. હરે કૃષ્ણા હરે કૃષ્ણા” આ વીડિયોને જોઈને ઘણા બધા લોકો કોમેન્ટમાં પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. શ્રી કૃષ્ણના આ નાના ભક્તની યુઝર્સ પણ ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel