પક્ષીઓના માળામાં બચ્ચાને ખાવા માટે ઘુસી જતો હતો સાપ, પછી પક્ષીઓની માતાએ જે કર્યું એ જોઈને તો તમારા રૂંવાડા ઉભા થઇ જશે, જુઓ વીડિયો

મા તો મા કહેવાય… ઝેરી સાપથી પોતાના બચ્ચાની રક્ષા કરવા માટે પોતાના પ્રાણની આપી દીધી આહુતિ, વીડિયો આંખો ભીની કરી દેશે, જુઓ

Bird Snake Fight: દરેક માતા પોતાના સંતાનોને ખુબ જ પ્રેમ કરતી હોય છે અને પોતાના સંતાનો પર આવતી મુસિબતોનો સામનો કરવા માટે તે પોતાનો જીવ પણ કુરબાન કરી દેતી હોય છે, તમે એવા ઘણા વીડિયો જોયા હશે જેમાં એક મા પોતાના સંતાનો માટે કંઈપણ કરી છૂટતી હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પક્ષી પોતાના બચ્ચાને બચાવવા માટે પોતાનો જીવ પણ કુરબાન કરી દે છે.

સાપ પોતાનું પેટ ભરવા માટે અનેક જીવોનો શિકાર કરે છે. જ્યારે તેમને દેડકા, ગરોળી કે ઉંદરો જેવા પ્રાણીઓ મળતા નથી ત્યારે તેઓ પક્ષીઓના ઈંડા ખાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં ઝેરી સાપે ઝાડના થડમાં બનાવેલા પક્ષીના માળામાં હુમલો કર્યો હતો. એ માળામાં પક્ષીઓનાં ઈંડાં કે બચ્ચાં રાખવામાં આવ્યા હશે. પક્ષીએ તેને આમ કરતા જોયો. પછી જે થયું તે તમારા રૂંવાડા ઉભા કરી દેશે.

વાયરલ વીડિયો ટ્વિટર પર @animals5s નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. 31 સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે ઝેરી સાપ પક્ષીના ઈંડા કે બચ્ચાને ખાવા માટે ઝાડ પર બનાવેલા માળામાં ઘૂસી જાય છે. ત્યારે જ પક્ષીની નજર તેના પર પડે છે. તે ડર્યા વિના તેને પાછો ખેંચવાનો પ્રયાસ કરે છે. તેણી વારંવાર ચાંચ મારે છે, પરંતુ સાપ તેની ફેણ ઊંચી કરીને તેને ડરાવે છે. તેમ છતાં પક્ષી હાર માનતું નથી અને અંતે સાપને માળામાંથી ખેંચીને તેની સાથે જમીન પર પડી જાય છે, જ્યાં સાપ તેને દબાવી દે છે અને આ રીતે તેનો જીવ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nature Is Metal (@natureismetal)

આ ક્લિપ જોઈને કેટલાક લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. તો ત્યાં, પક્ષીના મૃત્યુથી ઘણા દુઃખી છે. એક ટિપ્પણી કરી “બહાદુર પક્ષી.” બીજાએ ટિપ્પણી કરી “માતાનો પ્રેમ.” અન્ય એક યુઝરે કહ્યું- આ પક્ષીની હિંમતની પ્રશંસા કરવી પડે. ભલે, કોઈ ગમે તે કહે, પરંતુ પક્ષીની હિંમત જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે માણસ હોય કે પ્રાણી, દરેક જણ બાળકને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકે છે.

Niraj Patel