પ્રેગ્નેટ બિપાશા બસુના નવા લુકે ચાહકોને કર્યા પરેશાન ! તસવીર જોઇ બોલ્યા- આ ન કરો, આમાં ખતરો છે…
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુ આ દિવસોમાં પોતાની પ્રેગ્નેંસી એન્જોય કરી રહી છે. તે અવાર નવાર પેપરાજીના કેમેરામાં કેદ થાય છે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ સાથે બિપાશા બસુ પોતે પણ ફેન્સ માટે પોતાના ફોટા શેર કરતી રહે છે. જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે. હવે તેની કેટલીક નવી તસવીરો સામે આવી છે, જેને કેટલાક લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, તો કેટલાક સલાહ પણ આપી રહ્યા છે.
લોકપ્રિય કપલ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ દરમિયાન બિપાશા બાસુ બાંદ્રામાં જોવા મળી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બિપાશા ઓરેન્જ કલરના ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. બિપાશાએ પેપરાજી માટે પોઝ પણ આપ્યા હતા.બિપાશા બસુના લુકની વાત કરીએ તો તેણે મેક્સી ડ્રેસ પહેર્યો હતો.
આ સાથે તેણે હાઈ હીલ્સ પહેરી હતી, જે લોકોને બિલકુલ પસંદ ન હતી. બિપાશા બસુ પ્રેગ્નેંસી દરમિયાન હાઈ હીલ્સ પહેરે એ લોકોને પસંદ આવ્યુ નહોતું. લોકો કહે છે કે આ સમય દરમિયાન હાઈ હીલ પહેરવી નુકસાનકારક હોઈ શકે છે. બિપાશાની તસવીરો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- ‘હીલ્સ ન પહેરો, તે પ્રેગ્નેંસીમાં સુરક્ષિત નથી’. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું- ‘આ ના કરો, આમાં ખતરો છે’.
જો કે, એકંદરે ચાહકો બિપાશા બસુ વિશે ભયભીત છે કારણ કે તે ગર્ભવતી છે અને તેણે હીલ્સ પહેરવાનું ટાળવું જોઈએ. તમને જણાવી દઈએ કે, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન એપ્રિલ 2016માં થયા હતા અને 6 વર્ષ બાદ હવે તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સફળ મોડલિંગ કરિયર બાદ બિપાશાએ વર્ષ 2001માં ફિલ્મ ‘અજનબી’થી બોલિવૂડમાં પોતાના અભિનયની શરૂઆત કરી હતી.
આ પછી તેણે રાઝ, ગુનાહ, જિસ્મ, જમીન, એતબાર, રક્ત, મદહોશી, અપહરણ, ફિર હેરા ફેરી, કોર્પોરેટ, ધૂમ 2, રેસ, બચના એ હસીનો, ઓલ ધ બેસ્ટ, લમ્હા, આક્રોશ, પ્લેયર્સ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું. બિપાશા છેલ્લે 2015માં આવેલી ફિલ્મ અલોનમાં જોવા મળી હતી.
View this post on Instagram