કાળિયા ઠાકોરના ધામ દ્વારિકામાં “બિપરજોય” વાવાઝોડાએ કેવો કહેર વર્તાવ્યો, નજારો જોઈને તમે પણ હમચમચી જશો, જુઓ તસવીરો

100-120ની ઝડપે ફૂંકાતા પવને દેવભૂમિ દ્વારિકા નગરીના કરી નાખ્યા આવા હાલ, જુઓ દ્વારકા અને ભૂજની તબાહીની તસવીરો

Biporjoy cyclone photo of dwarka : વિનાશકારી વાવાઝોડું બિપરજોય ગઈકાલે સાંજે ગુજરાતમાં આવી ગયું. આ વાવાઝોડાએ ઠેર ઠેર વિનાશ વેર્યો છે અને તેના દૃશ્યો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહીના ભયાનક દૃશ્યો સામે આવ્યા છે. આ વાવઝોડામાં સૌથી વધુ નુકશાન કચ્છ અને દ્વારિકામાંથી સામે આવ્યું છે. (Image Credit: News18 Gujarati)

દેવભૂમિ દ્વારકાને બિપરજોય વાવાઝોડાએ ઘમરોળ્યું હતું. આખી રાત દ્વારકામાં ભારે પવન અને વરસાદ જોવા મળ્યો હતો. સાથે જ અનેક ગામડાઓમાં વીજપુરવઠો પણ બંધ થઇ ગયો છે. આખી રાત પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. દ્વારકાના દિરયાકિનારેથી બિપરજોય વાવાઝોડું તો પસાર થઇ ગયું છે, પરંતુ તેની અસર આજે પણ આખો દિવસ જોવા મળવાની છે.

આ વરસાદના કારણે આજે પણ દ્વારિકાધીશનું મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવશે. ત્યારે દ્વારકામાંથી સામે આવેલી તસવીરોમાં ઠેર ઠેર ભરાયેલા પાણી અને રસ્તા પર ધરાશાયી થયેલા ઝાડ પણ જોઈ શકાય છે. મંદિરમાં દર્શન કરવા માટે બહારથી આવેલા પ્રવાસીઓ પણ આ વાવાઝોડાના કારણે ગભરાઈ ગયા હતા. દ્વારકામાં વાવાઝોડાના કારણે 100-125 કિમિની ઝડપે પવન ફૂંકાયો હતો.

આ ઉપરાંત કચ્છમાંથી પણ ઘણા ભયાનક દૃશ્યો સામે આવ્યા છે. આ વાવઝોડુ કચ્છના જખૌ બંદર પર ટકરાયું હતું. જેના બાદ તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયામાં હજુ પણ કરંટ જોવા મળતો હોવાના કારણે માછીમારોને આજે પણ દરિયો ના ખેડવા જવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ તંત્ર પણ હાઈ એલર્ટ મોડ પર છે. વાવાઝોડાના કારણે દ્વારકામાં 400થી વધુ વીજપોલ પણ ધરાશાયી થયા છે.

Niraj Patel