છોકરીએ બિકિની પહેરી મેટ્રોમાં રખડવા ઉપડી ગઈ આ યુવતી, ભડકેલા લોકો બોલ્યા- સસ્તી ઉર્ફી જાવેદ

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક રીતના વીડિયો અને ફોટો વાયરલ થતા રહે છે. ત્યારે હવે એક એવો વીડિયો અને ફોટો માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટર પર વાયરલ થઇ રહ્યો છે જેની ચર્ચા ઠેર ઠેર થઇ રહી છે. વાસ્તવમાં ટ્વિટર પર જે વીડિયો અને ફોટો વાયરલ થયો છે તે દિલ્હી મેટ્રોનો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. એક તસવીરમાં દિલ્હી મેટ્રોની અંદર એક છોકરી બિકીમાં મુસાફરી કરી રહેલી જોવા મળી રહી છે.

જો કે, આ તસવીર અને વીડિયોની ગુજ્જુરોક્સ પુષ્ટિ કરતું નથી. એક યુઝરે ટ્વિટર પર આ તસવીર શેર કરી છે અને આ સાથે એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. તસવીર શેર કરતાં યુઝરે લખ્યું, આટલું પણ કેમ પહેરી લીધુ ? આ તસવીર વાયરલ થયા બાદ ટ્વિટર પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટ્વિટર પર આ તસવીર જોયા બાદ ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. દિલ્હી મેટ્રોમાં દરરોજ હજારો મુસાફરો મુસાફરી કરે છે.

જામગ્રસ્ત દિલ્હી અને એનસીઆર માટે મેટ્રો નેટવર્ક વરદાનથી ઓછી નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ બિકીવાળી યુવતીના વીડિયો અને તસવીરોએ બબાલ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો વાયરલ થતાં જ લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. વાયરલ વીડિયોમાં છોકરી સીટ પર બેઠેલી અને પોતાના શરીરને બેગથી છુપાવતી જોવા મળી રહી છે.

આ પછી તે સીટ પરથી ઉભી થાય છે અને તે બાદ તેના શરીર પર એકદમ નાના અને થોડા જ કપડા જોવા મળે છે. લોકો સોશિયલ મીડિયા પર સવાલ પૂછી રહ્યા છે કે શું પુરૂષો પણ આ છોકરીની જેમ ઓછા કપડા પહેરીને મુસાફરી કરી શકે છે. જ્યારે કેટલાક યુઝર્સે વીડિયો શેર કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. એક યુઝરે કહ્યું કે જો આ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે, તો અફસોસ, આપણી યુવા પેઢીની છોકરીઓ આવા સશક્તિકરણનો શિકાર બની શકે છે અને બેશરમ નારીવાદીઓ આ જ ઇચ્છે છે.

હું તેને સાંસ્કૃતિક નરસંહાર કહીશ. અન્ય એક યુઝરે કહ્યું, આ બધું સ્વતંત્રતા, આધુનિકતાના નામે ? હું શું કહી શકુ, મને સમજાતું નથી. એક બીજા યૂઝરે લખ્યું કે જો હું કંઈક કહું તો એવું કહેવામાં આવશે કે મારી વિચારસરણી નાની છે. તેમ છતાં, મારે કહેવું જોઈએ કે આ સ્વતંત્રતા નથી પરંતુ માનસિક ગાંડપણ છે. તે વાહિયાત છે.

Shah Jina