કોરોનામાં જુગાડ : કોરોનાથી બચવા માટે 2 લોકોએ બાઇક સાથે કર્યો આ કમાલ, સોશિયલ ડિસ્ટનસિંગનું કર્યુ બાઇક પર પણ પાલન

હાલાત ગમે તેવા હોય.. ભારતીયો તેમનાથી નિપટવા માટે કોઇના કોઇ જુગાડ કરી જ લે છે. આ કોરોના કાળમાં લોકોએ માસ્કથી લઇને સોશિયલ ડિસ્ટન્સ સુધી અનેક ગજબ જુગાડ નીકાળ્યા, જેના વીડિયો ઇન્ટરનેટ પર ઘણા વાયરલ થયા. પરંતુ હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેનો જુગાડ જોરદાર છે. આ વીડિયોને આઇપીએસ ઓફિસર રૂપિન શર્મા દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો શેર કરી તેમણે લખ્યુ કે, ડોમેસ્ટિક લૈંડ બબલ સર્વિસ, કોરોનાથી બચવાનો સુરક્ષા ઉપાય, આ વીડિયોને અત્યાર સુધી 2 હજાર કરતા પણ વધુ લોકોએ જોયો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, બે વ્યક્તિ બાઇક પર બેઠેલા છે. પરંતુ તેમની મોટર સાયકલ પ્લાસ્ટિકથી કવર છે. એવુ લાગી રહ્યુ છે કે માનો બાઇક ફુગ્ગામાં ચાલી રહી હોય. ખાસ વાત તો એ છે કે, બબલના અંદર હોતા પણ તેઓ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી રહ્યા છે.

Shah Jina