જુઓ આ વીડિયોમાં હેલ્મેટ પહેરવું શા માટે જરૂરી છે ? ચાલુ ટ્રકના ટાયરની નીચે આવી ગયો બાઈક સવાર છતાં પણ બચી ગયો જીવ…વાયરલ થયો વીડિયો

સાંકળા રસ્તા પર ટ્રકની જમણી બાજુથી બાઇકને કટ મારીને જવા ગયો બાઈક સવાર, ડિવાઈડર સાથે અથડાઈને પડ્યો ટ્રકની નીચે, ટાયર ફરી વળ્યું માથા પર અને પછી… જુઓ વીડિયો

રોજ બરોજ દુનિયાભરમાં રોડ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે. ઘણા અકસ્માત લોકોની બેદરકારીને લીધે જ થતા હોય છે. તંત્ર દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું પણ કહેવામાં આવે છે અને નિયમોનું પાલન ના કરનારા પાસે દંડ પણ વસુલવામાં આવે છે તે છતાં પણ લોકો નિયમોના ભંગ કરતા હોય છે.

કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ તો ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે, છતાં પણ લોકો આ બાબતે ગેરકાળજી રાખતા હોય છે. ત્યારે ઘણા કિસ્સાઓમાં હેલ્મ્ટ ના પહેરવાના કારણે પણ અકસ્માતમાં લોકોનો જીવ ચાલ્યો જતો હોય છે તો ઘણા કિસ્સાઓમાં હેલ્મેટના કારણે જ વ્યક્તિનો જીવ પણ બચી જતો જોવા મળે છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો. વાયરલ વીડિયોમાં એક બાઇક સવાર ભારે ટ્રકની જમણી બાજુથી પસાર થવાનો પ્રયાસ કરે છે જ્યારે તે ફૂટપાથ સાથે અથડાય છે અને ટ્રકની નીચે જ જઈને પડે છે. તે રસ્તા પર પડતાં જ ટ્રકનું ફ્લાયવ્હીલ તેના માથા પર અથડાય છે, પરંતુ હેલ્મેટના કારણે તે ચમત્કારિક રીતે બચી ગયો હતો.

આ ભયાનક દ્રશ્ય જોઈને પાછળથી આવતા બાકીના બાઇક સવારો પણ કંપી ઉઠે છે. વાયરલ વીડિયોને હજારો લોકોએ રીટ્વીટ કર્યો છે. આ જોઈને અંદાજ લગાવી શકાય છે કે હેલ્મેટ આપણો જીવ કેવી રીતે બચાવી શકે છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાની જાતને પ્રતિભાવ આપવાથી રોકી શકતા નથી અને બાઈક કે સ્કૂટર ચલાવતી વખતે હેલમેટ કેટલું જરૂરી છે તે પણ જણાવી રહ્યા છે.

Niraj Patel