પુરપાટ ઝડપે જઈ રહેલી ક્રેટા કારે બાઇકને લીધી અડફેટે, અકસ્માતના લાઈવ દૃશ્યો જોઈને તમે પણ હચમચી ઉઠશો

કોરોના વાયરસ અને લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે જ હવે હાઇવે અને જાહેર રસ્તાઓ પણ ટ્રાફિકથી છલકાઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન ઘણી અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ઘણા અકસ્માતના દૃશ્યો કેમેરામાં કેદ થઇ જાય છે અને તે વાયરલ પણ થઇ જતા હોય છે જેને જોઈને જ આપણી કંપારી છૂટી ઉઠે. હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પૂર પાટ ઝડપે જઈ રહેલી કાર બાઇકને ટક્કર મારે છે.

હેરાન કરી દેનાર આ અકસ્માતની અંદર બાઇકને ટક્કર માર્યા બાદ કાર આગળ નીકળી જાય છે. કાર ચલાવનાર એ જોવાની તસ્દી પણ નથી લેતો કે તેના દ્વારા અકસ્માત સર્જાયા બાદ બાઈક સવાર જીવતો બચ્યો છે કે નહિ. આ સમગ્ર ઘટના પાછળ આવી રહેલી એક કારના કેમેરામાં કેદ થઇ ગઈ છે.

તમને જણાવી દઈએ કે આ ઘટના તમિલનાડુની છે. અહિયાંના સલેમ જિલ્લામાં હાઇવે ઉપર બે બાઈક સવાર યુવક ફુલ્લકુરીચથી પોતાના ગામ પલાની જઈ રહ્યા હતા. આ દરમિયાન જ એક પુરપાટ ઝડપે આવી રહેલી કારના ડ્રાઈવરની ભૂલનો તે શિકાર બની ગયા. અને ભયાનક અકસ્માત સર્જતાં તે રોડ ઉપર પટકાયા હતા.

આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર યુવકો થોડે દૂર સુધી રોડ ઉપર ઘસેડયાં. તેમની બાઈક પણ ખરાબ રીતે તૂટી ગઈ. આ દુર્ઘટનાનો શિકાર થવા વાળા યુવકોનું નામ અજિત અને અરુણ છે. કલ્લકુરીચીના અજિત પોતાના મિત્ર અરુણ સાથે પલાનીથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. પરંતુ સલેમ-કોયમ્બતૂર હાઇવે ઉપર એક કારે તેમને જોરદાર ટક્કર મારી દીધી.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક યુવક ઘાયલ થતા તેનો મિત્ર તેની પાસે આવે છે. સ્થાનિક લોકો પણ તરત મદદ માટે આવે છે અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસનું કહેવું છે કે તેમને વાહનની ઓળખ કરી લીધી છે. ગાડી પેરામ્બલુર જિલ્લાના એક વ્યક્તિના નામ ઉપર રજીસ્ટર છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Niraj Patel