લગ્ને લગ્ને કુંવારો નીકળ્યો આ 32 વર્ષનો યુવક, જરાય હેન્ડસમ નથી તો પણ 12 – 12 લગ્નો કર્યા, પત્નીઓ પાસે કરાવતો હતો ગંદુ કામ

અત્યાર સુધી તમે યુવકના બે કે ત્રણ લગ્ન વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે એવું સાંભળ્યુ છે કે, એક યુવકે 12 છોકરીઓ સાથે લગ્ન કર્યા અને એ પણ 32 વર્ષની ઉંમરમાં જ… એક પતિ અને 12 પત્નીઓ ! કોઈ પત્નીને ખબર ન હતી કે તેમનો પતિ પહેલાથી જ પરણિત છે. આ ચોંકાવનારો મામલો બિહારના પૂર્ણિયામાંથી સામે આવ્યો છે. પોલીસે આવા શાતિર વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી છે જેણે 32 વર્ષની ઉંમરમાં 12 છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. તમામને પત્ની બનાવ્યા બાદ આરોપી તેમને દેહવ્યાપાર કરાવતો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી ઘણી સગીર છોકરીઓ છે, જેમને તેણે પોતાની પત્ની બનાવી છે.

એક ડઝન પત્નીઓ ધરાવતો આ શાતિર યુવક શમશાદ ઉર્ફે મુનવ્વર છે. તે કિશનગંજ જિલ્લાના કોચાધામન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામનો રહેવાસી છે. જ્યારે તેની વાસ્તવિકતા બધાની સામે આવી તો સાંભળનાર દરેક આશ્ચર્યમાં મૂકાઇ ગયા. જેઓ તેને ઓળખતા હતા તેઓ પણ તેની સત્યતા જાણતા ન હતા, પોલીસ ઘણા દિવસોથી આરોપીને શોધી રહી હતી, ત્યારે આખરે આરોપી પોલિસ પકડમાં આવતા જ તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો.આરોપી શમશાદ ઉર્ફે મુનવ્વર છ વર્ષથી પોલીસથી ફરાર હતો. તેની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. આરોપીએ જણાવ્યું કે તેણે અત્યાર સુધી 12 છોકરીઓને પ્રેમની જાળમાં ફસાવીને લગ્ન કર્યા છે. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ખાસ વાત એ છે કે લગ્ન પહેલા તે બધી યુવતિને કુંવારો જણાવતો હતો. આ કેસની તપાસ કરી રહેલા અંગગઢના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યુ કે મુનવ્વર નામના આ વ્યક્તિએ બેચલર હોવાનો ઢોંગ કરીને ઘણા લગ્ન કર્યા છે અને ફરી એકવાર લગ્ન કરવાની તૈયારીમાં હતો. આરોપી લગ્ન બાદ યુવતીઓ સાથે દેહવેપાર કરાવતો હતો. તેની સામે પહેલો કેસ 8 ડિસેમ્બર 2015ના રોજ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી, પરંતુ તે એટલો હોશિયાર હતો કે પોલીસ આવે તે પહેલા જ તે ભાગી જતો હતો.

આરોપીએ 12 લગ્ન કર્યા હતા અને આ દરમિયાન ખાસ વાત એ હતી કે તેની પત્નીઓમાંથી કોઈને પણ ખબર નહોતી કે તેનો પતિ પહેલાથી પરણિત છે અને તેને બીજી ઘણી પત્નીઓ પણ છે. તે એવી ચતુરાઈથી બધા સાથે સમય વિતાવતો હતો કે કોઈને શંકા પણ થવા દેતો ન હતો. ઉનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના એક વ્યક્તિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ તેની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. આ કેસમાં પોલીસે કિશનગંજના એલઆરપી ચોકમાંથી યુવતીને ઝડપી લીધી હતી, પરંતુ આરોપી પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો.

એસએચઓએ જણાવ્યું કે આરોપીની પૂછપરછ દરમિયાન તેણે અત્યાર સુધીમાં 12 લગ્ન કર્યા છે, જેમાં 8 સગીર હતી. છોકરીઓ સાથે લગ્ન કર્યા બાદ તે બળજબરીથી તેમને દેહવેપારના ધંધામાં ધકેલતો હતો. ખાસ વાત એ હતી કે તમામ યુવતીઓ મુસ્લિમ સમુદાયની હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે તે છોકરીઓને કિશનગંજના ઠાકુરગંજ બહાદુરગંજના રેડ લાઈટ એરિયામાં ધંધો કરાવે છે, પછી વધુ પૈસા માટે યુવતીને બંગાળમાં વેચી દે છે. તે વેશ્યાવૃત્તિમાંથી પૈસા કમાવવાના ઈરાદે લગ્ન કરતો હતો. 12 છોકરીઓમાંથી 2 અંગગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યારે 10 કિશનગંજ જિલ્લાની છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસ યુવતીઓને રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે.

Shah Jina