બિગ બોસ ઓટિટિમાં નેહા કક્કર આપવાની છે મોટી ખુશખબરી ? શું નેહા ખરેખર પ્રેગ્નેન્ટ છે ?

ગાયકીની દુનિયામાં એક મોટું નામ મળેવી ચુકેલી ગાયિકા નેહા કક્કર સોશિયલ મીડિયા અને લાઇમ લાઇટમાં હંમેશા છવાયેલી રહેતી હોય છે. તેના ગીતોને પણ કરોડો લોકો પસંદ કરે છે. તેના અવાજના પણ લોકો દીવાના છે.  ત્યારે નેહા જલ્દી જ તેના ભાઈ ટોની કક્કર સાથે કોન્ટ્રોવર્શિયલ શો બિગ બોસ ઓટિટિ ઉપર નજર આવવાની છે.

કરણ જોહર સાથે તે “સન્ડે કા વાર” એપિસોડમાં તે નજર આવશે. આ ઉપરાંત તે ઘરની અંદર પણ જશે. નેહા અને ટોની બંને તેના નવા મ્યુઝિક વીડિયોનું પ્રમોશન કરવા માટે ત્યાં પહોંચવાના છે. આ સાથે જ નેહા તેના અંગત જીવન સાથે જોડાયેલા રહસ્યોને પણ તે બિગબોસના ઘરની અંદર ખોલવાની છે.

મીડિયા રિપોર્ટ અનુસાર નેહા કક્કર બિગ બોસના ઘરની અંદર તેની પ્રગ્નેન્સીની જાહેરાત કરી શકે છે. હાલમાં જ મીડિયા રિપોર્ટની અંદર દાવો કરવામાં આવ્યો છે કે નેહા મા બનાવની છે. સોશિયલ મીડિયા ઉપર તો તેના બેબી બમ્પની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે. એટલું જ નહીં તેની માતાના જન્મ દિવસે નેહા દુપટ્ટાથી તેના બેબી બમ્પને છુપાવતી પણ નજર આવી હતી.

જો કે હજુ સુધી નેહાએ તેની પ્રેગ્નેન્સીને લઈને કોઈ જાહેરાત કરી નથી. આ બધા વચ્ચે જ નેહાની પ્રેગ્નેન્સીને લઈને મોટી ખબર સામે આવી રહી છે. તે જલ્દી જ તેની પ્રેગ્નેન્સીને લઈને મોટી જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તે આ અઠવાડિયે જ તેના ચાહકોને પોતાની પ્રેગ્નેન્સીની ખુશ ખબરી આપી શકે છે.

Niraj Patel