શું ગુજરાત માથે સંકળાઈ રહ્યું છે આંધીનું સંકટ ? હવામાન વિદ અંબાલાલ પટેલે કરી એવી આગાહી કે તમે ઘરમાંથી નીકળતા પહેલા થર થર કંપી ઉઠશો.. જુઓ શું કહ્યું ?

આગામી સમયમાં વરસાદને લઈને આમ,અંબાલાલ પટેલની ધ્રુજાવી દેનારી આગાહી, આ તરીખે આવીશે આંધી અને વંટોળ, જાણો શું કહ્યું ?

ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વાતાવરણ ખુબ જ ખરાબ ચાલી રહ્યું છે. શિયાળો પૂર્ણ થતા ઉનાળાની પણ શરૂઆત થઇ ચુકી છે ત્યારે આ દરમિયાન માવઠાનું જોર પણ વધ્યું છે અને વાતાવરણમાં ઠંકડ અને ગરમીની સાથે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ પણ વરસતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના ઘણા બધા શહેરોમાં વરસાદ થયો.

કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ મૂંઝવણમાં છે. ત્યારે ગુજરાતના હવામાન વિદ અંબાલાલ પટેલ દ્વારા આગાઉ કરવામાં આવેલી આગાહીઓ પણ સાચી થતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હાલ અંબાલાલ પટેલે એવી આગાહીઓ કરી છે જેના કારણે ગુજરાતી પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે.

(પ્રતીકાત્મક તસવીર)

અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે 23થી 25 માર્ચ સુધી માવઠું વિરામ લેશે. જેના બાદ માર્ચના અંતમાં ફરી એક સિસ્ટમ સક્રિય થશે અને રાજ્યમાં ફરીથી વાતાવરણમાં પલટો આવી શકે છે. તેમને એમ પણ જણાવ્યું કે 2 એપ્રિલથી લઈને 8 એપ્રિલ સુધી માવઠાની અસર રહી શકે છે.

અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં વધુ જણાવ્યું કે  આખાત્રીજના દિવસે વાતાવરણમાં પલટો આવી શકે છે. સાથે જ 8મી મેના રોજ આંધી અને વંટોળનો પ્રકોપ વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વંટોળના કારણે બાગાયતી પાકોને ઓપન નુકશાન થવાની પણ ભીતિ વ્યક્ત કરી છે. આ પહેલા પણ વાતાવરણના આ પલટાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થવાની આગાહી પણ વ્યક્ત કરી હતી.

Niraj Patel