આ ભાઈ માછલીને પોતાના મોઢાથી ખાવાનું ખવડાવવા ગયો, પરંતુ થઇ ગઈ એવી ભૂલ કે વીડિયો જોઈને તમે પણ હચમચી ઉઠસો

ઘણા લોકો હોય છે જેમને પશુ પક્ષીઓને ખાવાનું ખવડાવવું ખુબ જ પસંદ હોય છે, ઘણા લોકો પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓને ખોરાક ખવડાવતા હોય છે, પરંતુ ઘણીવાર પ્રાણીઓના પિંજરા પાસે ચેતવણી પણ આપવામાં આવી હોય છે કે પ્રાણીઓને ખોરાક નાખવો નહીં, તે છતાં પણ ઘણા લોકો નાખતા હોય છે, અને ઘણીવાર આમ કરવું જોખમ કારક પણ બની જાય છે. જાહેર સ્થળો ઉપર પણ આપણે વાંદરાને ખાવાનું ખવડાવતા હોઈએ છીએ, ત્યારે પણ સાવધાની રાખવી પડે છે.

હાલ  સોશિયલ મીડિયામાં એક એવી જ દુર્ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિને માછલીની ખવડાવતા દરમિયાન તેની સાથે એવી ઘટના બની કે તે જોઈને તમે પણ હેરાન રહી જશો અને આગળથી તમે પણ સાવચેતી રાખવાનું શીખી જશો. આ વ્યક્તિએ એક નાની એવી ભૂલ કરી અને તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ માછલીને ખાવાનું ખવડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ આ વ્યક્તિ ખોરાકને પોતાના હાથમાં નહિ પરંતુ મોઢામાં લઈને માછલીને ખવડાવવા માટે જાય છે, અને તેની આજ ભૂલ તેના ઉપર ભારે પડે છે, તેના મોઢામાં જયારે ખોરાક હોય છે ત્યારે જ માછલી હુમલો કરે છે અને યુવક પાણીની અંદર પડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Resep Masakan (@resepmasakanidaman)


સોશિયલ મીડિયા આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોની અંદર એ પણ જોઈ શકાય છે કે એક ટેન્કમાં મોટી મોટી માછલીઓ છે. યુવકના મોઢામાં રહેલો ખોરાક લેવા માટે માછલી જેવી કુદે છે યુવકના મોઢા સાથે ટકરાય છે અને યુવક પાણીમાં પડી જાય છે. આ વાયરલ વીડિયોને જોઈને લોકો પોતાના અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel