જિંદગીનો મોટો પાઠ જે કોઈ શાળાએ ના શીખવ્યો એ સાઇકલ ઉપર આ એક ઘાસનું પોટલું લઈને જતો વ્યક્તિ શીખવાડી ગયો, જુઓ વીડિયો

એવું કહેવાય છે કે મુસિબતો આવે ત્યારે જણાવીને નથી આવતી, અને ઘણા લોકો આજે પણ મુશ્કેલીઓમાં પોતાનું જીવન જીવતા હોય છે, તો ઘણા લોકો હતાશ થઇ અને બેસી જતા હોય છે તો ઘણા લોકો એવા પણ હોય છે જે હસતા હસતા મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે અને બહુ જ જલ્દી આ મુસીબતોમાંથી બહાર પણ નીકળી જતા હોય છે.

સોશિયલ મીડિયામાં રોજ ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે જે આપણને જિંદગીના પાઠ પણ શીખવાડી દેતા હોય છે, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો રહ્યો છે, જેને જિંદગીના ઘણા પાઠ શીખવાડી દીધા છે અને આ વીડિયો લોકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર શેર પણ કરી રહ્યા છે.

આ વીડિયો તમને સંઘર્ષ અને મુશ્કેલ દિવસોમાં પણ ખુશ રહેવાની ફિલોસોફી આપશે. વાયરલ વીડિયોમાં આ છોકરાની મસ્તીથી ભરપૂર સ્ટાઈલ જોઈને તમારો દિવસ ચોક્કસ બની જશે. વીડિયોમાં એક છોકરાના માથા પર ઘાસનું મોટું પોટલું જોવા મળી રહ્યું છે અને સાઇકલ ચલાવતી વખતે આ છોકરો હેન્ડલ નહીં પણ તેના બંને હાથ વડે પોટલું પકડેલો જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વીડિયોમાં સૌથી મહત્વનો પાઠ એ છે કે આ છોકરો એ ભારને પણ કેટલા મસ્તી ભર્યા અંદાજમાં લઈને જઈ રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં રાજેશ ખન્નાનું ગીત ‘હસતે ગાતે જહાં સે ગુજર, દુનિયા કી તું પરવા ના કર’ વાગી રહ્યું છે. આ વીડિયો આખી દુનિયામાં લોકોના દિલ જીતી રહ્યો છે.

Niraj Patel