સલમાન ખાનની આ ભોલીભાલી અભિનેત્રી હવે દેખાય છે ખૂબ જ ગ્લેમરસ, તસવીરો જોઇ દિલ આપી બેસશો

“તેરે નામ’માં સિંપલ અને સંસ્કારી દેખાતી ભૂમિકા ચાવલા યાદ છે? હવે જુઓ કેવું ફિગર થઇ ગયું

બોલિવુડમાં પહેલી ફિલ્મ “તેરે નામ”થી રાતો-રાત સ્ટાર બની જનાર અભિનેત્રી ભૂમિકા ચાવલા લાંબા સમયથી હિંદી સિનેમાથી દૂર છે. એક સમયે સલમાન ખાન સાથે રોમાંસ કરી હિટ થયેલી ભૂમિકાનો ભોળો ચહેરો લોકોના દિલમાં વસેલો છે. પરંતુ હવે ભોળી ભૂમિકા ઘણી બદલાઇ ગઇ છે.

ફિલ્મ “તેરે નામ”થી અભિનયની ધમાકેદાર શરૂઆત કરનાર ભૂમિકા ચાવલાએ અભિષેક બચ્ચન સાથે ફિલ્મ “રન”માં જોવા મળી હતી. પરંતુ બોક્સ ઓફિસ પર તે સફળ રહી ન હતી. રનની નાકામી બાદ ભૂમિકા ચાવલાને સલમાન ખાનથી ઉમ્મીદ હતી. તેને લાગ્યુ કે, સલમાન સાથે તેની જોડી “દિલને જીસે અપના કહા”માં બીજીવાર સક્સેસ મળશે પરંતુ આવું ન થયુ.

તેરે નામ જેવી હિટ ફિલ્મ આપ્યા બાદ બેક ટુ બેક બે મોટી ફિલ્મોનું ના ચાલી શકવું ભૂમિકાના કરિયર માટે ઠીક ન રહ્યુ. તે બાદ તેણે તેલુગુ ફિલ્મોમાં વાપસી કરી. તે બે દશકોથી વધારે સમયથી ઉદ્યોગમાં છે અને તેણે કેટલાક સમીક્ષકો અને વ્યાવસાયિક રૂપથી પ્રશંસિત ફિલ્મોમાં કામ કર્યુ છે. એટલું જ નહિ ફિલ્મફેર જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારથી પણ નવાજવામાં આવી છે.

ભૂમિકાએ વર્ષ 2018માં કલ્કિ કોચલીન સાથે અને સંજય સૂરી સાથે વેબ શો ભ્રમથી ડિજિટલ ડેબ્યુ કર્યુ હતુુ. વર્ષ 2003માં તેણે હિન્દી સિનેમા જગતથી પગ મૂક્યો હતો. ભૂમિકાએ ફિલ્મ “યુવાકુુડ્ડુ”થી સાઉથ કરિયરની શરૂઆત કરી હતી.

ભૂમિકાનો જન્મ 21 ઓગસ્ટ 1978ના રોજ થયો હતો. 4 વર્ષ સુધી તેના બોયફ્રેન્ડ ભરત ઠાકુર સાથે ડેટ કર્યા બાદ તેણે વર્ષ 2007માં લગ્ન કરી લીધા અને 2014માં તેને એક દીકરો થયો હતો.

યોગ શીખતા શીખતા ભૂમિકા અને ભરત બંને વચ્ચે પહેલા મિત્રતા થઇ અને એ મિત્રતા પ્રેમમાં પરિણમી. તેમણે નાસિકના એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા.

ભૂમિકા છેલ્લે વર્ષ 2019માં આવેલી ફિલ્મ “ખામોશી”માં જોવા મળી હતી. પરંતુ તેમાં તેના રોલને કોઇએ નોટિસ ના કર્યો. આ પહેલા તે સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ “ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી”માં સુશાંતની બહેનના રોલમાં જોવા મળી હતી.

ભૂમિકાનો જન્મ પંજાબના પરિવારમાં થયો હતો. ભૂમિકાના પિતા એસએસ ચાવલા ફૌજમાં રહ્યા છે. તેની માતા ટીચર હતા. ભૂમિકાનું બાળપણનું નામ રચના હતુ અને તેમને પ્રેમથી ઘરમાં લોકો ગુડિયા કહેતા હતા. તેને એક મોટો ભાઇ અને બહેન છે. તેણે ફિલ્મમાં આવ્યા પહેલા તેનું નામ બદલી દીધુ હતુ.

ભૂમિકા ચાવલાને બોલિવુડમાં આવ્યાને 18 વર્ષ થઇ ગયા છે. આટલો લાંબો સમય વીત્યા બાદ તેના લુકમાં ઘણો બદલાવ આવી ગયો છે. હવે તે બોલિવુડમાં નહિ પરંતુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.

Shah Jina