આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી ! જોઈ લો આ ચાચાને… એવી રીતે વેચે છે નમકીન કે વીડિયો જોઈને તમે પણ તેમના ફેન બની જશો, જુઓ

આજના સમયમાં હરીફાઈ દરેક ક્ષેત્રમાં ખુબ જ વધી ગઈ છે, નોકરી હોય કે ધંધો જો તમારામાં ટેલેન્ટ નહિ હોય તો તમે પાછળ પડી જશો. સોશિયલ મીડિયામાં તમે ઘણા ટેલેન્ટેડ લોકોને જોયા હશે જે પોતાની આગવી પ્રતિભાથી પોતાનું કામ કરતા હશે. તમને કાચા બદામ વાળો ભૂબન તો યાદ જ હશે ને ? જેને સોશિયલ મીડિયાએ સ્ટાર બનાવી દીધો. ત્યારે હવે કાચા બદામ શૈલીમાં જ એક કાકાની પણ નમકીન વેચવાની સ્ટાઇલ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વ્યક્તિને જોયા પછી તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે અને તમે પણ કહેશો, ‘વાહ ભાઈ, શું ટેલેન્ટ છે.’ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે એક વ્યક્તિને સ્કૂટર પર બેસીને નમકીન વેચતા જોઈ શકો છો. આ વીડિયો 2 સપ્ટેમ્બરે ટ્વિટર હેન્ડલ @manishbpl1 દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું “ભોપાલી નમકીન વાલા… ભોપાલમાં પ્રતિભાની કોઈ કમી નથી.” તમને જણાવી દઈએ કે, આ વીડિયોમાં નમકીન વેચવા વાળા ચાચાની સ્ટાઇલના લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે અને એટલે જ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ખુબ જ ઝડપથી વાયરલ પણ થઇ રહ્યો છે.

આ ક્લિપ 45 સેકન્ડ લાંબી છે. વીડિયોમાં એક વૃદ્ધ કાકાને બજાજના ‘ક્લાસિક’ સ્કૂટર પર બેગ લઈને બેઠેલા જોઈ શકીએ છીએ. તેમની પાસે અદ્ભુત સ્વેગ છે. તેમને એક ટોપી પહેરી છે જેના પર BOY લખેલું છે. એટલું જ નહીં, ગ્રાહકોને આકર્ષવા માટે તે જે રીતે અવાજ કાઢે છે તે સાંભળીને આખું ઈન્ટરનેટ તેના ફેન બની ગયું છે!

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

કાકા આગવા અંદાજમાં ગાય છે અને ગ્રાહકોને કહે છે કે તે નમકીન વેચી રહ્યા છે. જ્યારે તમે બાકીનો વીડિયો જોશો ત્યારે તમે સમજી શકશો કે ચાચાની સ્ટાઇલ ‘કાચા બદામ’ વાળા ભુવન બદ્યાકરથી બે ડગલાં આગળ છે. ભોપાલી નમકીનમાં તમે ભોપાલી મસાલેદાર ચટપટા તડકાનો અનુભવ કરી શકો છો.

Niraj Patel