સોશિયલ મીડિયા પર અપલોડ કરેલ ફોટોએ ખોલ્યુ લાખોની ચોરીનું રાઝ ! નોકરાણીની પ્રોફાઇલ જોઇ માલિકના ઉડ્યા હોંશ

ડોક્ટરની જ્વેલરી પહેરીને સીન સપાટા કરવા પાર્ટીઓમાં જતી હતી નોકરાણી, છેલ્લે એવું ભોપાળું ખુલ્યું કે નવાઈ લાગશે

Maid Wwhatsapp DP Rrevealed Secret of theft : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર ચોરીના કિસ્સા સામે આવે છે. કેટલીક વાર તો આવા કિસ્સામાં ચોર ઘરમાં કામ કરતા લોકોમાંથી કોઇ એક વ્યક્તિ પણ હોય છે. ત્યારે હાલમાં એક ચોરીના ચોંકાવનારા કિસ્સાનો પર્દાફાશ વોટ્સએપ DP દ્વારા થયો છે. આઠ હજારમાં કામ કરતી ભોપાલની કામવાળીને કરોડપતિ મહિલા જેવો શોખ હતો. તેનું ગ્લેમર એવું કે ધના શેઠ પણ પાછળ રહી જાય છે.

ચોરીની આવી તરકીબના કૃત્યો જોઈને મોટા ચોરો પણ દંગ રહી જાય. જો કે, તેમ છતાં તેની યુક્તિ કામમાં ન આવી અને તે પકડાઈ ગઇ. આ સમગ્ર મામલો એમપીની રાજધાની ભોપાલનો છે. જ્યાં એક ફોટોના કારણે 50 લાખના દાગીના અને 5 લાખ રૂપિયાની ચોરીનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. પોલીસને જાણવા મળ્યું કે મહિને 8000 રૂપિયામાં કામ કરતી મહિલાના ઘરમાં એસીથી લઈને તમામ સુવિધાઓ છે.

આ મામલામાં કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટીટી નગર પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે ટીટી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની નિશાત કોલોનીમાં રહેતા ડો. ભૂપેન્દ્ર શ્રીવાસ્તવની કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી. જેને લઇને તેમણે ફરિયાદ નોંધાવી હતી. ડો.ભુપેન્દ્ર શાહજહાનાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ધરાવે છે. પોતાના રિપોર્ટમાં તેમણે કહ્યુ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના ઘરમાંથી કિંમતી ઝવેરાત અને રૂપિયાની ધીરે ધીરે ચોરી થઈ રહી છે.

અમે 20 દિવસ પહેલા નોકરાણીને ચોરીની આશંકાથી કાઢી મુકી હતી. ડોક્ટરના રિપોર્ટ મુજબ પત્ની પાસે નોકરાણીનો વોટ્સએપ નંબર છે. પત્નીએ જ્યારે નોકરાણીનો વોટ્સએપ ડીપી જોયો તો જોયું કે નોકરાણીએ ખાસ બુટ્ટી પહેરેલી છે. મારી પત્ની પાસે પણ આવી જ બુટ્ટી હતી. મારી પત્નીને શંકા જતાં તેણે લોકર ખોલીને જોયું તો તેમાં રાખેલ કાનની બુટ્ટી ગાયબ હતી. અમને શંકા હતી કે નોકરાણીએ ઘરમાંથી દાગીનાની ચોરી કરી હશે.

ડોક્ટરના રિપોર્ટ બાદ પોલીસે નોકરાણીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી તો તેણે ડોક્ટરના ઘરમાં ચોરીની વાત સ્વીકારી લીધી. પોલીસે આરોપી મહિલા પાસેથી 50 લાખ રૂપિયાના દાગીના જપ્ત કર્યા છે. જેમાં બંગડી, ટોપ, નેકલેસ, જડાઉ સેટ અને સોનાની બંગડીઓનો સમાવેશ થાય છે. આ સાથે સાડા પાંચ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે નોકરાણીનો પતિ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. તેની પાસે બે માળનું મકાન છે. ઘરમાં એસી છે અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

Shah Jina