મનોરંજન જગતમાંથી આવી દુખદ ખબર ! નથી રહ્યા આ દિગ્ગજ અભિનેતા, હાર્ટ એટેકને કારણે થયુ નિધન

ભોજપુરી સિનેમાની દુનિયાને ઊંડો આઘાત લાગ્યો છે. દિગ્ગજ અભિનેતા બ્રિજેશ ત્રિપાઠી હવે આ દુનિયામાં નથી રહ્યા. ‘ઓમ’ અને ‘ઘરવાલી બહારવાલી’ જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવનાર બ્રિજેશ ત્રિપાઠી 72 વર્ષના હતા. તેમણે મુંબઈના કાંદિવલી સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું.

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા બ્રિજેશ ત્રિપાઠીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. બ્રિજેશ ત્રિપાઠી છેલ્લા 46 વર્ષથી એક્ટિંગની દુનિયામાં સક્રિય હતા. સિલ્વર સ્ક્રીન પર મનોજ તિવારી, રવિ કિશન, દિનેશ લાલ યાદવ, પવન સિંહ અને ખેસારી લાલ યાદવ જેવા ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કરી ચૂક્યા છે,

બ્રિજેશ ત્રિપાઠીએ સલમાન ખાનની ફિલ્મ ‘નો એન્ટ્રી’ અને ‘મોહરા’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. બ્રિજેશ ત્રિપાઠીને ફિલ્મ ‘ઓમ’ રિલીઝ થયા બાદ લોકપ્રિયતા મળી હતી. ત્યારે અભિનેતાના નિધનથી ભોજપુરી ફિલ્મ ઉદ્યોગને ઝટકો આઘાત લાગ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કહેવામાં આવી રહ્યું છે કે તેમને બે અઠવાડિયા પહેલા ડેન્ગ્યુ થયો હતો.

જેની સારવાર માટે મેરઠની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેઓ મુંબઈ આવ્યા, અને પછી હાર્ટ એટેકને કારણે તેઓ જીવનની લડાઈ હારી ગયા. બ્રિજેશ ત્રિપાઠીએ પોતાના કરિયરમાં 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ભોજપુરીમાં તેમના યોગદાન માટે, તેમને ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે.

Shah Jina