સુરતમાં ‘ગેમ ઓવર’ વાળું ટી-શર્ટ પહેરી ડોક્ટર ભણતી 20 વર્ષની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું, પ્રાણ પંખેરુ ઉડી ગયું

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં કેટલીકવાર તણાવ, આર્થિક તંગી અને કેટલીકવાર પ્રેમ સંબંધ કારણ હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જહાંગીરપુરા વિસ્તારની BHMSની વિદ્યાર્થિની જાનવી પટેલે ગેમ ઓવર લખેલી ટી શર્ટ પહેરીને ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. 20 વર્ષિય જાનવી પટેલ કિમમાં આવેલી BHMSની કોલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેને એટીકેટી આવી હતી અને તેને કારણે તે તણાવ અનુભવતી હતી.

માટે એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ તાણવને કારણે જ તેણે આપઘાત કરી લીધો હોઇ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જહાંગીરપુરા સ્થિત પટેલ નગરમાં રહેતી જાનવી કીમ ખાતેના અણીતા ગામમાં આવેલી કોલેજમાં BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તેણે અચાનક જ સોમવારે બપોરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો. જયારે આ ઘટના બની ત્યારે જાનવી ઘરમાં એકલી જ હતી અને પરિવારનાં સભ્યો જયારે બહારથી આવ્યા ત્યારે તેમણે જાનવીને આવી રીતે જોઇ તો તેઓ ગભરાઇ ગયા હતા.

પ્રતિકાત્મક તસવીર

જણાવી દઇએ કે, મૃતકના પિતા પાલિકામાં ડેપ્યૂટી એન્જિનિયર છે અને માતા શિક્ષીકા છે. તેનો ભાઈ પાલિકાના વેક્સિનેશન વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે, મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર, જાનવી કોલેજમાં અપડાઉન કરતી અને સોમવારે જ તેણે કોલેજની ફી પણ ભરી હતી. હાલ તો જાનવીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક કારણ તેને એટીકેટી આવી હોવાનું અને તણાવ સામે આવ્યુ છે. જાનવીના આ અણધાર્યા પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

પ્રતિકાત્મક તસવીર

મૃતકના પિતાએ જણાવ્યુ કે, તેઓ બપોરે બહાર ગયા હતા અને જ્યારે પરત ઘરે ફર્યા ત્યારે તેમણે આવીને જોયુ તો જાનવીનો મૃતદેહ પંખા પર લટકતો હતો. જે બાદ તેને તાત્કાલિક 108 એમ્બુલન્સને ફોન કરી હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહિ. જહાંગીરપુરા પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Shah Jina