લો બોલો…આ જગ્યાએ વેચાઈ રહ્યા છે ભીંડા ભરેલા સમોસા, જોઈને લોકો બોલ્યા..”આના કરતા તો ઘાસ ખાઈ લેવું સારું…” જુઓ વીડિયો

સમોસા તો તમે ઘણા પ્રકારના ખાધા હશે, પરંતુ શું ક્યારેય ભીંડી સમોસા ખાધા છે ? વીડિયોએ લોકોના સમોસા ખાવાની મજા બગાડી… જુઓ

ઇન્ટરનેટ પર ઘણા બધા ફૂડ બ્લોગર છે જે રોજ નવી નવી વાનગીઓના વીડિયો બનાવતા હોય છે, કેટલાક અખતરા લોકોને પસંદ આવે છે પરંતુ ઘણીવાર કેટલીક પરંપરાગત વાનગીઓ સાથે છેડછાડ લોકોને જરા પણ પસંદ નથી આવતી અને વીડિયોને જોઈને લોકો પણ ખરી ખોટી સંભળાવતા હોય છે.

હાલ એવા જ એક ભીંડી સમોસાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ‘ભીંડી સમોસા’ એક એવી વાનગી છે, જેની ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ભીંડી પણ સમોસામાં મળતી ઘણી બધી ફિલિંગમાં સામેલ છે, જેના વિશે લોકો વિશ્વાસ કરી શકતા નથી. આ પ્રખ્યાત ભારતીય નાસ્તાની કોઈએ અપેક્ષા નહોતી કરી. પરંતુ કોઈએ આ કર્યું છે.

એક ફૂડ બ્લોગર આ નવી વાનગી ટ્રાય કરવા માટે ત્યાં પહોંચ્યો. આ ક્લિપને ફૂડ લવર નામના પેજ દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવી છે અને તેને અત્યાર સુધીમાં 1.1 મિલિયન વખત જોવામાં આવી છે. ફેસબુક પર શેર કરવામાં આવેલી આ ક્લિપમાં એક વ્યક્તિ ભીંડાથી ભરેલા સમોસા બનાવતો બતાવવામાં આવ્યો છે.

કેટલાક લોકો કહે છે કે ભીંડીથી ભરેલા સમોસા કોઈ દુઃસ્વપ્નથી ઓછા નથી. એ વાત સાચી છે કે વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે પરંતુ ઈન્ટરનેટને ભીંડી સમોસાના કોન્સેપ્ટને પચાવવામાં મુશ્કેલી પડી રહી છે. ફેસબુક યુઝર્સનો એક વર્ગ અજીબોગરીબ ફૂડનું ટેસ્ટિંગ કરતા પહેલા જ તેની વિરુદ્ધ થઈ ગયો.

Niraj Patel