તારક મહેતાની ટિમ પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, જાણો વિગત
ટીવીનો લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના દર્શકો માટે ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મયૂર વાકાણી એટલે કે સુંદર બાદ હવે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના ભિડે ઉર્ફે મંદાર કોરોનાનો શિકાર થયા છે.

મંદાર ચંદવાદકર કોરોનાનો શિકાર થયા બાદ તે અને તેમનો પરિવાર હોમ ક્વોરેન્ટાઇન થઇ ગયો છે અને તેમની સારવાર પણ શરૂ થઇ ગઇ છે. તેમણે જણાવ્યુ કે, તે Asymptomatic છે અને તેઓ જલ્દી સ્વસ્થ થવાની કોશિશ કરી રહ્યા છે.

ઇ ટાઇમ્સ સાથે વાત કરતા મંદારે કહ્યુ કે, પહેલા મને કોલ્ડ થયો હતો પરંતુ, બાદમાં તે ઠીક થઇ ગયા હતા. તે બાદ મને સ્મેલ મહેસૂસ થઇ રહી ન હતી અને બાદમાં મેં ટેસ્ટ કરાવ્યો. રીપોર્ટ આવ્યા બાદ મને ખબર પડી કે હું કોવિડ પોઝિટિવ છું. આજતક સાથે ખાસ વાતચીતમાં મંદારે કહ્યુ કે, હા, મારો કોવિડ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ હું Asymptomatic છું. હું બધા જ પ્રીકોશન્સ લઇ રહ્યો છું, જે ડોકટરે જણાવ્યા છે.

મંદારે આગળ જણાવ્યુ કે, BMCએ જે ઇન્ટ્રક્શન્સ આપ્યા છે તે પણ હું ફોલો કરી રહ્યો છું. મારુ સ્વાસ્થ્ય ઠીક છે અને હું ઘણુ ફિટ અને ફાઇન મહેસૂસ કરી રહ્યો છું.

તમને જણાવી દઇએ કે, ભિડે ઉર્ફે મંદાર પહેલા દયાબેનના ભાઇ સુંદર એટલે કે મયૂર વાકાણી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જો કે, બંનેની તબિયત ઠીક છે. શોના 2 સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે ટીમ સતર્ક થઇ ગઇ છે. સેટ પર પણ પૂરી સાવધાની રાખવામાં આવી રહી છે.