કારનું પડીકું વળી ગયું, એક જ પરિવારના 4 લોકો તડપી તડપીને મર્યા…તસવીરો આવી ગઈ

આઇસરે ટક્કર મારી તો સસ્તી કારનું બુકડો બોલી ગયો, એક જ પરિવારના ચાર લોકોના મોત, હિમ્મત થતી હોય તો તસવીરો જોઈ શકો છો

ગુજરાતમાં હાલમાં અકસ્માતોની અનેક ઘટનાઓ સામે આવે છે, જેમાં કોઇ તેજ વાહનની ટક્કરને કારણે અકસ્માત સર્જાતા હોય છે, તો ઘણીવાર રોન્ગ સાઇડ આવતા વાહનોને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે હાલમાં અકસ્માતની ખબર ભાવનગરથી સામે આવી છે. મહુવાથી ભાવનગર વચ્ચે આવેલા તળાજા પાસે તળાજાના શેત્રુંજી નદીના પુલ પર કાર અને આઇસર વચ્ચે ભયજનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કારના પરખચ્ચા ઉડી ગયા હતા.

અકસ્માત એટલો ખતરનાક હતો કે, કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા અને એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતની જાણ થતા જ 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતની જે તસવીરો સામે આવી છે, તેમાં જોઇ શકાય છે કે, કારનો આગળનો ભાગ તો જાણે કે પડીકાની જેમ વળી જ ગયો છે.

કારનું પડીકું વળી જતાં મૃતકોની લાશ બહાર કાઢવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડી હતી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જયારે અકસ્માતનું કારણ અકબંધ છે. ચારેય મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સમગ્ર ગામ શોકાતુર બન્યું છે.આ ઘટનામાં ભોગ બનનારોમાં બે મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે.

જણાવી દઇએ કે, તળાજાના શેત્રુંજી નદીના પુલ પરથી પસાર થઇ રહેલી સ્વિફ્ટ કારને ખતરનાક ટક્કર વાગી હતી, જને પગલે કારમાં બેસેલા ચાર વ્યક્તિઓનાં મોત નીપજ્યાં. ઉલ્લેખનીય છે કે, કાર નેશનલ હાઇવે નંબર 8 પરથી પસાર થઇ રહી હતી, જેની કામગીરી ચાલુ છે.

Shah Jina