હોસ્પિટલમાં દીકરા ગોલાની આવી હાલત જોઇ ખૂબ રડી ભારતી સિંહ, બોલી-માફ નહિ કરું… ફેન્સને પણ ટેંશન ચડ્યું, જુઓ વીડિયો

મશહૂર કોમેડિયન ભારતી સિંહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર યૂટયૂબ પર તે જબરદસ્ત વ્લોગ શેર કરતી રહે છે. જેને જોઇને યુઝર્સ ઘણા એન્ટરટેઇન થાય છે. પરંતુ ભારતી સિંહનો નવો વ્લોગ જોઇ ચાહકોની આંખો ભીની થઇ ગઇ. કારણ કે બધાની ફેવરિટ ભારતી ઈમોશનલ થઈ ગઈ. ભારતી સિંહની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે તેનો પુત્ર રડ્યો.

હવે જ્યારે દીકરો રડે ત્યારે સ્વાભાવિક છે કે માતાની આંખમાંથી પણ આંસુ આવી જાય. ભારતી સાથે પણ એવું જ થયું. તેના 1 વર્ષના દીકરા ગોલાને ઈન્જેક્શન લેવાના હતા અને આ સમયે ગોલા રડ્યો તો કોમેડિયન ભારતી સિંહ પણ રડી પડી. ભારતી આયા સાથે પુત્ર ગોલાને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ગોલાના બંને પગમાં ઈન્જેક્શન લગાવવામાં આવ્યા હતા.

આ કારણે ગોલા ખૂબ રડ્યો. ભારતી સાથે તેનો પતિ હર્ષ હાજર નહોતો કારણ કે તે શૂટિંગમાં વ્યસ્ત હતો. ભારતી સિંહે જણાવ્યું કે જ્યારે પુત્રને ઈન્જેક્શન આપવામાં આવ્યા ત્યારે તે રડી રહી હતી અને તેને કારણે ભારતીએ વીડિયો બનાવવાનું પણ બંધ કરી દીધું હતું. ભારતી સિંહે કહ્યું- હું તેને ક્યારેય માફ નહીં કરું. તે કહે છે એક માતા જ્યારે પોતાના બાળકને પીડામાં જુએ છે ત્યારે તે પણ દુઃખી થાય છે.

હું ખૂબ રડી અને ગોલા પણ બહુ રડ્યો. જો કે, ઈન્જેક્શન આપ્યાના થોડા સમય પછી ગોલા સામાન્ય થઈ ગયો હતો. ભારતીએ વીડિયોમાં દીકરાની ક્યૂટ હરકતો પણ બતાવી. જણાવી દઇએ કે, ભારતીએ હર્ષ સાથે 7 વર્ષના ડેટિંગ બાદ આખરે 2017માં લગ્ન કર્યા હતા અને લગ્નના 4 વર્ષ બાદ કપલે તેમના ક્યુટ દીકરા ગોલાનું આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ.

કેટલાક દિવસ પહેલા જ ભારતી-હર્ષનો દીકરો ગોલા એક વર્ષનો થયો અને આ દરમિયાન ભારતીએ દીકરાની ઘણી તસવીરો શેર કરી તેને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

Shah Jina