ભારતી સિંહની બહેનને જોઈને લોકો થઇ જાય છે કન્ફ્યુઝ, તસવીરો જોઈને તમે પણ કહી ઉઠશો ! જોડિયા છે કે શું ?

કોમેડી ક્વિન ભારતી સિંહને આજે કોણ નથી ઓળખતું ? તેના આગવા અંદાજ અને તેની કોમિક ટાઈમિંગના કારણે તેને એક આગવી ઓળખ બનાવી લીધી અને આજે તેનું નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં વખણાય છે. ભારતી સિંહ તેના આગવા કોમેડી અભિનયને લઈને જાણીતી છે.

ભારતી “ધ કપિલ શર્મા શો”માં કોમેડિયન કપિલ શર્મા સાથે નજર આવે છે. આ ઉપરાંત તે ઘણા રિયાલિટી શોમાં પણ કોએમડીયનની ભૂમિકા નિભાવી રહી છે. પરંતુ આજે આપણે વાત ભારતીની નહિ પરંતુ તેની બહેનની કરવાના છીએ, જે દેખાવમાં અદ્દલ તેના જેવી જ દેખાય છે અને તેને જોઈને લોકો પણ કન્ફ્યુઝ થઇ જાય છે.

ભારતી સિંહની બહેનનું નામ છે પિંકી સિંહ. તે હૂબહૂ ભારતી જેવી દેખાય છે તેની તસવીરો જોઈને તમે પણ હેરાન રહી જશો અને એકવાર માટે તો તમે પણ માની જશો કે આ ભારતી જ છે. પરંતુ તે ભારતી નહીં પરંતુ તેની બહેન પિંકી છે.

કોમેડી સર્કસ જેવા રિયાલિટી શો દ્વારા આખા દેશની અંદર ઓળખ બનાવનારી ભારતી સિંહ આજે એ દરેક છોકરી માટે એક આદર્શ છે જે કોમેડિયન બનવા માંગે છે. પરંતુ જો તેની બહેન પિંકી કોઈ સ્ટેજ ઉપર આવી જાય તો લોકો પણ હેરાન રહી જશે કે ભારતીનો ડબલ રોલ ક્યાંથી થઇ ગયો ?

પિંકી સિંહ અને ભારતી સિંહના ચહેરા એક બીજા સાથે મળતા આવે છે. લોકોને પણ એમ જ લાગે છે કે આ બંને જોડિયા છે, પરંતુ હકીકત એ છે કે પિંકી ભારતી કરતા મોટી છે અને ભારતીની મોટી બહેન છે.

ભારતીની બહેન પિંકીના લગ્ન થઇ ચુક્યા છે અને તેને એક ખુબ જ ક્યૂટ દીકરી પણ છે.પિંકી સોશિયલ મીડિયા ઉપર તેની દીકરી સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે. ભારતી પણ ઘણીવાર તેની બહેન સાથેની તસવીરોને શેર કરે છે.

Niraj Patel