માતા બન્યા બાદ ભારતી સિંહે શેર કરી બેબી બમ્પની નવી તસવીરો, બ્લેક આઉટફિટમાં આપ્યા જોરદાર પોઝ

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા જે ભારતના સૌથી લોકપ્રિય ટેલિવિઝન હસ્તીઓમાંની એક છે. આ બંને ઘણીવાર ટીવી શોમાં કોમેડી કરતા જોવા મળે છે. સામાન્ય લોકો હોય કે કોઈ સેલેબ્સ દરેક લોકો તેમની કંપનીને એન્જોય કરતા જોવા મળે છે. ભારતી હંમેશા તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેના ફની વીડિયો શેર કરતી રહે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે.

હવે ભારતીએ MOM બન્યા બાદ તેના બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. ભારતી સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરી છે. ભારતીએ બેબી બમ્પ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીરોમાં ભારતી સિંહે કાળાકલરનું વનપીસ પહેરેલું છે. તસવીરોમાં ભરતીએ ઘણા બધા પોઝ આપી રહી છે. તસવીરોમાં ભારતી સિંહ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ખાસ વાત એ છે કે તસવીરોમાં ભારતી બ્લેક બેકગ્રાઉન્ડ પર બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી હતી. આ તસવીરો શેર કરતાં ભારતી સિંહે કેપ્શનમાં લખ્યું- ‘મેરા ગોલા થા યે.’ ભારતી સિંહે 3 એપ્રિલે એક છોકરાને જન્મ આપ્યો હતો. તસવીરોમાં જોઈ શકાય છે કે ભારતીએ વાળને બાંધેલા છે. હાલમાં હર્ષ અને ભારતી બાળકને હોસ્પિટલમાંથી ઘરે લાવ્યા છે અને પેરેંટ્સહુડ એન્જોય કરી રહ્યા છે.

જણાવી દઈએ કે પ્રેગ્નન્સી દરમિયાન ભારતીએ કામમાંથી બ્રેક લીધો ન હતો. ભારતી ગર્વથી પોતાને ભારતની પ્રથમ ગર્ભવતી હોસ્ટ તરીકે શ્રેય આપે છે. કારણ કે તે તેના હાસ્યથી દર્શકોને હસાવતી રહી છે. તાજેતરમાં ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા તેમના લોકપ્રિય શોની બીજી સીઝન સાથે ટેલિવિઝન પર પાછા ફર્યા છે.

આ શોનું નામ કોમેડી ગેમ શો જેનું શીર્ષક ‘ધ ખતરા ખતરા’શો છે. કોમેડી સ્ટાર ભારતી સિંહ હાલમાં જ માતા બની છે. માતા બન્યા પછી ટીવી સ્ટાર ટૂંક સમયમાં કામમાં લાગી ગઈ હતી. અભિનેત્રી ભારતી સિંહ જેવી જ મુંબઈ ફિલ્મ સિટી પહોંચી ત્યાં હાજર પેપરાજીઓએ તેને કેમેરામાં કેદ કરી લીધી હતી.

Patel Meet