કોમેડિયન ભારતી સિંહે પહેલીવાર રાજકુમાર જેવા દીકરા ગોલાની તસ્વીર દેખાડી જુઓ

લાફ્ટર ક્વીન ભારતી સિંહે હાલમાં જ તેના પુત્ર સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટોમાં, ભારતી નવજાત બાળકને તેના હાથમાં પકડેલી જોવા મળે છે. ભારતી અને હર્ષ 3 એપ્રિલે માતા-પિતા બન્યા હતા.હાલમાં જે તસવીર ભારતીએ શેર કરી છે, તેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘લાઈફ લાઈન!’ ભારતીની આ પોસ્ટ પર બોલિવૂડના ઘણા સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં, તેની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલા એક વિડિયોમાં, તેણે કહ્યું કે તે શા માટે સોશિયલ મીડિયા પર બાળકનો ફોટો શેર કરી શકતી નથી.

તેણે કહ્યું કે તેની માતા અને સાસુએ કડક સૂચના આપી છે કે તે 40 દિવસ સુધી બાળકના ફોટા શેર કરી શકશે નહીં.આપને જણાવી દઈએ કે, કોમેડિયન ડિલિવરી પછી માત્ર 12 દિવસ પછી જ શૂટ પર પરત ફરી હતી. જેના માટે યુઝર્સ દ્વારા તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. હર્ષ અને ભારતી કલર્સ ટીવીના રિયાલિટી શો ‘હુનરબાઝ’ના હોસ્ટ હતા. ભારતી હાલમાં શો ‘ખતરાના ખતરાની’ શૂટિંગ કરી રહી છે.

ફોટોમાં ભારતી તેના નવજાત બાળકને પકડેલી જોવા મળી રહી છે. એક માતા જ્યારે પોતાના પુત્રને ખોળામાં લઈને તેને પ્રેમથી ગળે લગાડે છે ત્યારે જે આરામ અનુભવે છે તે ભારતીના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. તસવીરમાં ભારતીને જોઈને લાગે છે કે તે આ જ ક્ષણમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. ભારતી ગુલાબી આઉટફિટમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે, જ્યારે તેનો લિટલ પ્રિન્સ સફેદ કપડામાં જોવા મળે છે. ભારતીએ હજુ સુધી પુત્રનો ચહેરો જાહેર કર્યો નથી.

જો કે, કોમેડિયનના પુત્રની એક ઝલક જોવી ચાહકો માટે ખૂબ જ રોમાંચક છે. પોતાના પુત્ર સાથેનો પોતાનો પહેલો ફોટો શેર કરતા ભારતીએ કેપ્શનમાં લખ્યું – life line. ભારતીની આ સુંદર પોસ્ટ પર, ચાહકોથી લઈને સેલેબ્સ સુધી, પ્રેમનો વરસાદ કરી રહ્યા છે. ગૌહર ખાને લખ્યુ – હું તમારા માટે ખૂબ જ ખુશ છું. ભગવાન તમારા પરિવારને આશીર્વાદ આપે. નિશા રાવલે લખ્યુ- Awwwww ! પ્રિય ભારતી, તમારા અને નાના બાળક માટે ઘણા આશીર્વાદ.

ભારતી સિંહ તેના ગર્ભાવસ્થાના તબક્કામાં ખૂબ જ સક્રિય રહી છે. તેણે ડિલિવરીના આગલા દિવસ સુધી કામ કર્યુ છે. ભારતી તેના બાળકને જન્મ આપ્યાના થોડા દિવસો પછી કામ પર પરત ફરી હતી. ઘણા લોકોએ ભારતીના આ જુસ્સાને સલામ કર્યો તો ઘણા લોકોએ ભારતીને ટ્રોલ પણ કરી. પરંતુ એક વાત તો સ્વીકારવી જ રહી કે, ભારતીએ હિંમતનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.

Shah Jina