નવી નવી મમ્મી બનેલી મશહૂર કોમેડિયન ભારતી સિંહ હાલમાં તેના માતૃત્વ જીવનનો આનંદ માણી રહી છે. ભારતી સિંહે 3 એપ્રિલે પતિ હર્ષ લિમ્બાચીયા સાથે તેના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. નાના પુત્રના રડવાનો અવાજ કપલનું ઘર ગુંજી ઉઠ્યુ હતુ. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ કપલ પોતાના રાજકુમારને દુનિયાની નજરથી છુપાવીને સીધા ઘરે લઈ આવ્યા હતા. આટલું જ નહીં, ભારતીએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર નવા જન્મેલા બાળક સાથેની કોઈ તસવીર પણ શેર કરી ન હતી. ભારતીના ઘરે પુત્રના જન્મ બાદ ચાહકો તેના પુત્રનો ચહેરો જોવા અને નામ જાણવા માટે ઉત્સુક છે.
પરંતુ અત્યાર સુધી ભારતીએ બાળકનું નામ જાહેર કર્યુ નથી કે ના તો તેનો ચહેરો જાહેર કર્યો છે. પરંતુ ભારતીએ તેનું નિકનેમ જરૂર ચાહકો સાથે શેર કર્યુ છે. ત્યારે હવે ભારતીએ પ્રથમ વખત તેના રાજકુમાર સાથેની એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેનો પતિ હર્ષ પણ જોવા મળી રહ્યો છે. તસવીરમાં ભારતી અને હર્ષ તેમના બાળક સાથે પોઝ આપતા જોવા મળે છે. શેર કરેલી તસવીરમાં ભારતીનો દીકરો ઉર્ફે ગોલા તેની માતાના ખોળામાં જોવા મળે છે.
ત્યાં, ભારતીએ પોતાના હાથથી તેના રાજકુમારનો ચહેરો છુપાવ્યો છે. માતા-પિતા બનવાની ખુશી હર્ષ અને ભારતીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસવીર સાથે ભારતીએ ગોલા લખી હાર્ટ ઈમોજી બનાવી છે. તમને જણાવી દઈએ કે 3 એપ્રિલના રોજ ભારતી સિંહ એક પુત્રની માતા બની હતી. તે 15 એપ્રિલે કામ પર પરત ફરી. તેના આટલા જલ્દી કામ પર પરત ફરવાને લઇને તેને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.
ત્યારે હવે ભારતીએ મીડિયા સામે કહ્યું છે કે તેનો પુત્ર ઘરે ખૂબ ખુશ છે. તે કહે છે કે હું બાળકને ખવડાવું છું. જ્યારે હું બાળકને છોડીને આવી ત્યારે હું ખૂબ જ ભાવુક થઈ ગઇ હતી અને રડી પણ હતી. પરંતુ હું વિજ્ઞાનનો આભાર માનું છું કે હું તેનાથી દૂર રહીને પણ તેના માટે ઘણું બધું કરી શકું છું. હું આવું તે પહેલાં, હું એટલું સ્તન દૂધ પમ્પ કરીને આવું છું કે આખા દિવસનું કામ ચાલે છે.