10 વર્ષના બાળકને માર્યો સાપે ડંખ તો હોસ્પિટલ લઇ જવાની જગ્યાએ પરિવારજનો લઇ ગયા ઝાડ ફૂંક કરાવા, માસૂમનું થયુ મોત

બાળકને સાપે માર્યો ડંખ તો ડોક્ટર જોડે લઇ જવાની જગ્યાએ ઘરવાળા તાંત્રિક પાસે લઇ ગયા, કલાકો સુધી ચાલી ઝાડ-ફૂંક, બધાનાં મોતિયા મરી ગયા…!

Bharatpur Snake Bite: મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે એક અલગ જ પ્રેમ હોય છે. ઘણા લોકો પ્રાણીઓને પાળતા પણ હોય છે. પરંતુ જો સાપનું નામ આવે તો ? જો સાપ ડંખ મારી દે તો ? પરસેવો છૂટી જાય ને. પણ ઘણીવાર અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકો સાપના ડંખ માર્યા પછી હોસ્પિટલ ડોક્ટર પાસે જવાની જગ્યાએ તાંત્રિક પાસે ઝાડ-ફૂંક કરાવવા જતા હોય છે અને આ દરમિયાન સાપના ડંખ મારવાને કારણે કેટલાક મોતને પણ ભેટતા હોય છે.

ત્યારે હાલમાં એક મામલો આવો જ સામે આવ્યો, જેમાં 10 વર્ષના કેશવને સાપે ડંખ માર્યા બાદ તેના પરિવારજનો તેનો જીવ બચાવવા ડૉક્ટર પાસે લઈ જવાની જગ્યાએ તાંત્રિક પાસે લઈ ગયા. લગભગ 6 કલાક સુધી તાંત્રિક સારવારના નામે ડોળ કરતો રહ્યો. કોઈ ફાયદો ન થતાં પરિવારના સભ્યો તેને બીજા તાંત્રિક પાસે લઈ ગયા. તેણે લગભગ 4 કલાક સુધી મંત્રોચ્ચાર કર્યા. તેમ છતાં કેશવ સાજો થઇ શક્યો નહિ અને મૃત્યુ પામ્યો.

આખી રાત તાંત્રિકે એક માસૂમના જીવ સાથે રમત રમી અને પરિવારના સભ્યો દર્શક બની જોતા રહ્યા. અંધશ્રદ્ધાનો આ મામલો રાજસ્થાનના કરૌલી જિલ્લાના હિંડૌન વિસ્તારનો છે. હિંડૌન પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત સિંકદપુરમાં રહેતા સંજય જાટવનો પુત્ર કેશવ 5માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. કેશવના કાકાએ જણાવ્યું કે આખો પરિવાર ખેતી કરીને ગુજરાન ચલાવે છે. ગત બુધવારે સાંજે કેશવ તેની માતા સાથે ખેતરમાં ગયો હતો.

આ દરમિયાન તેને એક સાપે ડંખ માર્યો અને પછી તે બેહોશ થઈ ગયો. પરિવારના સભ્યો તેને બેભાન અવસ્થામાં ગામના એક તાંત્રિક પાસે લઇ ગયા અને અહીં તેણે વળગાડ મુક્તિ સાથે ઇલાજ કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે કેશવને હોશ ન આવ્યો ત્યારે પરિવારના સભ્યો કેશવને રાત્રે 10 વાગ્યે હિંડૌનની ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા. અહીં કેશવની હાલત જોઈ ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા. જ્યારે પ્રાઈવેટ ડોક્ટરે હાર માની ત્યારે પરિવારના સભ્યો કેશવને એક ગામમાં તાંત્રિક પાસે લઇ ગયા.

તેણે કેશવને સાજા કરવાની ખાતરી પણ આપી. તાંત્રિકે કેશવને લીમડાના પાન વચ્ચે લપેટીને તાંત્રિક વિધિ શરૂ કરી. જો કે, સવાર સુધી કેશવના શરીરમાં કોઈ હલચલ ન જણાતા પરિવારના સભ્યો તેને ભરતપુરના બાયના ખાતેના સીએચસી (સામુહિક આરોગ્ય કેન્દ્ર)માં લાવ્યા. અહીં તબીબે તપાસ કરી કેશવને મૃત જાહેર કર્યો. ડૉક્ટરે કહ્યું કે કેશવનું મોત રાત્રે જ થયું હતું. જો સાપે ડંખ માર્યો તે સમયે પરિવારજનો કેશવને હોસ્પિટલ લઈ ગયા હોત તો કદાચ બાળકનો જીવ બચાવી શકાયો હોત.

Shah Jina