પંજાબના CM ભગવંત માનની દીકરીએ જ પિતા પર લગાવ્યા ગંભીર આરોપ.. કહ્યું, “પપ્પા દારૂ પીને ગુરુદ્વારા જાય છે, મમ્મીને પણ કરે છે ટોર્ચર…” જુઓ

“દારૂ પીને જાય છે ગુરુદ્વારા, મમ્મીને પણ કરી ટોર્ચર” પંજાબના CM ભગવંત માનની દીકરીએ લગાવ્યા ગંભીર આરોપ

Bhagwant Mann Daughter Allegations : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલ ભગવંત માનની દીકરી સીરત કૌર માનએ તેમના પર મોટા આરોપો લગાવ્યા છે. સીરતે કહ્યું છે કે માન તેની પૂર્વ પત્ની એટલે કે સીરતની માતાને શારીરિક અને ભાવનાત્મક રીતે ટોર્ચર કરતો હતો. સીરતે પિતા પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેણે તેના પુત્ર એટલે કે સીરતના ભાઈને રાત્રે સીએમ આવાસની બહાર ફેંકી દીધા હતા. સીરતનો આરોપ લગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

દીકરીએ લગાવ્યા પિતા પર આરોપ :

વાયરલ વીડિયોમાં ભગવંત માનની દીકરીએ આરોપ લગાવ્યો છે કે, “આ વીડિયો બનાવવા પાછળનું એક જ કારણ છે કે હું ઈચ્છું છું કે અમારી સ્ટોરી દરેકની સામે આવે. લોકોએ આજ સુધી જે પણ સાંભળ્યું છે તે સીએમ સાહેબ પાસેથી જ સાંભળ્યું છે. તેના કારણે અમારે એવી વાતો સાંભળવી અને સહન કરવી પડી જે અમે સમજાવી પણ શકતા નથી. આજ સુધી મારી માતાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે. અમે કશું કહ્યું નથી. પરંતુ એવું લાગે છે કે અમારા મૌનને અમારી નબળાઈ ગણવામાં આવી હતી.”

મૌનને કમજોરી સમજી લીધી :

સિરાતે વધુમાં કહ્યું કે ભગવંત માનને ખ્યાલ નથી કે અમારા મૌનને કારણે જ તેઓ સીએમ પદ પર બેઠા છે. સિરતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેના પિતાએ તેણી અને તેના ભાઈ પ્રત્યેની જવાબદારીઓ નિભાવી નથી. તેણે કહ્યું કે તેમનો ભાઈ ગયા વર્ષે બે વાર ભગવંત માનને મળવા ગયો હતો, પરંતુ તેમને સીએમ હાઉસમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. “એકવાર મારા નાના ભાઈને અંદર જવા દેવામાં આવ્યો હતો, પરંતુ પછી તેને એવું બહાનું કરીને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું કે તે રાત્રે ત્યાં રોકાઈ શકશે નહીં. જે વ્યક્તિ પોતાના બાળકોની જવાબદારી નથી લઈ શકતો તે પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે લેશે.”

ગુરુદ્વારા અને વિધાનસભામાં દારૂ પીને જવાનો આરોપ :

સીરત કૌરે તેના પિતા પર દારૂ પીને ગુરુદ્વારા જવાનો આરોપ પણ લગાવ્યો હતો. તે દારૂ પીને વિધાનસભામાં પણ જાય છે. પુત્રીના આ આરોપો બાદ ભાજપે ભગવંત માન અને આમ આદમી પાર્ટીને ઘેરી લીધા છે. દિલ્હી ભાજપે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, કેજરીવાલ જી, AAPના પંજાબમાં શું થઈ રહ્યું છે? કંઈક બોલો. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પાર્ટીનું કહેવું છે કે આ ભગવંત માનનો અંગત મામલો છે.

Niraj Patel