દિયરના લગ્નમાં ભાભીએ કર્યો એવો ધમાકેદાર ડાંસ કે સંબંધીઓએ કરી દીધો નોટોનો વરસાદ- જુઓ વીડિયો

દેવર અને ભાભીની જોડી ઘણીવાર હસી-મજાક કરતી જોવા મળે છે. દિયરના લગ્ન હોય અને ભાભીનો ડાન્સ ન હોય એવું કેવી રીતે બની શકે… દિયર-ભાભીની જોડી લગ્નમાં ખૂબ જ બિંદાસ જોવામાં આવે છે. ઘણીવાર દિયર-ભાભીના લગ્નના વીડિયો પણ વાયરલ થતા રહે છે. દિયરના લગ્નમાં ભાભીનો ઠાઠ-માઠ પણ જોવા મળતો હોય છે. લગ્નનું કોઈ કામ હોય કે મજાક-મસ્તી અને ડાન્સ, દિયર-ભાભીની જોડી દરેક જગ્યાએ ધૂમ મચાવવા તૈયાર હોય છે.

જ્યારે ઘર-પરિવારના કાર્યક્રમોમાં ડાન્સની વાત આવે છે, ત્યારે ભાભી પોતાનો જલવો ફેલાવવા તૈયાર જ હોય છે. જ્યારે પણ ભાભીને પરિવાર સાથે આનંદ કરવાનો મોકો મળે છે ત્યારે તે રંગ ઉમેરે છે. દિયરના લગ્ન ભાભીના ડાંસ વિના અધૂરા લાગે છે. મા-દીકરા અને ભાઈ-બહેનની જેમ આ સંબંધમાં પણ ખૂબ જ મધુરતા જોવા મળે છે. ભાભી પોતાના દિયરના લગ્નની રાહ જોઇ રહી હોય છે. જેવા જ દિયરના લગ્ન નક્કી થઇ જાય કે ભાભીની ખુશી જોવાલાયક હોય છે.

ઘણીવાર ભાભીઓને તમે દિયરના લગ્નમાં ડાંસ કરતી જોઇ હશે. હાલ સોશિયલ મીડિયામાં એક દિયર-ભાભીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભાભી ખુશીથી દિયરના લગ્નમાં ડાંસ પરફોર્મન્સ આપતી જોવા મળે છે. ભાભી બોલિવૂડના સૌથી પ્રખ્યાત ગીત ‘લો ચલી મેં, અપની દેવર કી બારાત લેકે…’ પર ડાન્સ કર્યો અને બધાને ચોંકાવી દીધા હતા. દિયર અને ભાભીનો વીડિયો યુટ્યુબ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ દરમિયાન સ્ટેજ પર હાજર સ્વજનોએ પણ 500-500ની નોટો હવામાં ઉડાવી હતી. આ વાયરલ વીડિયો આશિષ મિત્તલ નામની યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં 28 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

Shah Jina