હોળીની પ્રદક્ષિણા કરો રાશિ પ્રમાણે, આર્થિક લાભની સાથે સાથે થશે આ ફાયદા

આ વર્ષે 24 માર્ચ 2024ના રોજ હોલિકા દહન છે. આ દિવસે, હોલિકા દહન એક શુભ સમયે કરવામાં આવે છે. જો કે, લોકો હોલિકા દહન દરમિયાન થતી પ્રક્રિયા અથવા ધાર્મિક વિધિઓથી વાકેફ નથી. હોલિકા દહનના દિવસે હોળીકાની પરિક્રમા કરવામાં આવે છે અને તેમાં સામગ્રી પણ ચઢાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે રાશિ પ્રમાણે કેટલી વાર હોલિકા દહનની પરિક્રમા કરવી જોઈએ ? જો તમને ખબર ન હોય તો ચાલો જાણીએ.

1. મેષ – અ, લ ,ઈ (Aries): હોળીના દિવસે આ રાશિની વ્યક્તિએ 5 પ્રદક્ષિણા કરવી જોઈએ. તથા હોલિકા દહન વખતે ગોળ અર્પણ કરે તો તેમને આર્થિક લાભ મળી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિ ધરાવતા જાતકોએ 4 પ્રદક્ષિણા કરવી જોઈએ. તથા હોળીમાં સાકર હોમવી જોઈએ.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના લોકોએ 3 પ્રદક્ષિણા કરવી શુભ મનાય છે. તથા તેમના કાર્યો સફળતાપૂર્વક પાર પડે તે માટે પ્રજવલ્લિત અગ્નિમાં ઘઉંની આહુતિ આપવી જોઈએ.

4. કર્ક – ડ, હ (Cancer):આ રાશિ ધારકોએ 2 પ્રદક્ષિણા કરવી ઉત્તમ મનાય છે. જ્યારે હોળીમાં ચોખાને આહુત કરવા જોઈએ.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના મિત્રોએ 1 પ્રદક્ષિણા કરવી જોઈએ. તથા તેમના કાર્યોમાં સફળતા મળી રહે તે માટે લોબાન પધરાવવું જોઈએ.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના બંધુઓએ 12 પ્રદક્ષિણા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તેમના દરેક કામો સુલભ પાર પડે તે માટે હોલિકા દહન વખતે નાગરવેલના પાન અર્પણ કરવા જોઈએ.

7. તુલા – ર, ત (Libra):આ રાશિ ધારકોએ 11 પ્રદક્ષિણા કરવી જોઈએ. તેમણે હોળીમાં ખાસ કપૂર અને સાકરની આહુતિ આપવી જોઈએ.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):આ રાશિની વ્યક્તિએ 10 પ્રદક્ષિણા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ રાશિની વ્યક્તિ હોલિકા દહન વખતે ગોળ અર્પણ કરે તો શ્રેષ્ઠ ફળ મળી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આ રાશિ જાતકોએ હોળીની 9 પ્રદક્ષિણા કરવી લાભદાયી છે. તથા તેમણે ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય તે માટે ચણાદાળ અગ્નિમાં આહુતિ કરવી જોઈએ.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના લોકોએ 5 પ્રદક્ષિણા કરવી. તથા હોળીમાં કાળા તલની આહુતિ આપવી.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):આ રાશિના લોકોએ 7 પ્રદક્ષિણા કરવી જોઈએ અને તેમણે રાઈ હોમવી જોઈએ.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના બંધુઓએ 6 પ્રદક્ષિણા કરવી જોઈએ. હોલિકા દહન વખતે તેમણે હળદર અર્પણ કરવી જોઈએ.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina