લોકપ્રિય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં અમુલની દુકાનમાં ઘુસી ગયું રીંછ, અને પછી જે થયું એ જોઈને તો હેરાન રહી જશો, CCTVમાં કેદ થઇ આખી ઘટના, જુઓ વીડિયો

Bear in Amul Store of Abu : ગુજરાતીઓ હરવા ફરવાના ખુબ જ શોખીન હોય છે અને ખાસ કરીને એક બે દિવસની રજા હોય ત્યારે સૌથી નજીકમાં આવેલા માઉન્ટ આબુમાં ફરવા જવાનું જ વિચારતા હોય છે, માઉન્ટ આબુમાં રમણીય નજારા જોવા મળે છે, સુંદર વાતાવરણ હોય છે અને જંગલ વિસ્તાર પણ છે. ત્યારે માઉન્ટ આબુમાં રીંછોની સંખ્યા પણ ઘણી બધારે છે. આબુમાં લાગભગ 350 જેટલા રીંછો વસવાટ કરતા હોવાનું કહેવાય છે અને ઘણીવાર તો તે રહેણાક વિસ્તારમાં પણ આવી ચઢતા હોય છે.

અમુલ શોપમાં ઘુસ્યું રીંછ :

રીંછના આબુના રહેણાક વિસ્તારમાં આવી જવાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલ એક એવો જ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક રીંછ બજારમાં ઘુસી આવે છે અને એક અમુલ શોપની અંદર પણ ઘુસી જાય છે, અમુલ શોપની અંદર ઘૂસીને આ રીંછ ઘણું બધું નુકશાન પણ કરે છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઈ હતી, જેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

ભોજનની તલાશમાં આવે છે શહેરમાં :

કહેવામાં આવી રહ્યું છે કે ભોજનની શોધમાં ઘણીવાર રીંછ જંગલમાંથી રાતના સમયે શહેરમાં આવી જતા હોય છે અને દુકાનોમાં મોટું નુકશાન પણ કરતા હોય છે, જેને લઈને વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી જતો હોય છે. ઘણા લોકો તો ડરના માર્યા દુકાન પણ ખોલવાનું નથી વિચારતા, ત્યારે સ્થાનિક લોકોમાં પણ રીંછને જાહેરમાં આવતા જોઈને ફફડાટ વ્યાપી જતો હોય છે. લોકોમાં એવો ડર પણ હોય છે કે ક્યાંક આ રીંછ તેમના પર પણ હુમલો ના કરી દે.

વેપારીઓમાં ભય :

હાલ સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રીંછ અમુલ શોપમાં ઘુસી આવ્યું છે અને એક ફ્રિજ ખોલીને તેમાં કઈ કરી રહ્યું છે. ત્યારે સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે આ મામલે વન વિભાગની ટીમ પણ કોઈ કામ નથી કરી રહી. લોકોનું કહેવું છે કે વન વિભાગની ટીમ અત્યાર સુધી એ જાણવા માટે પણ નથી આવી કે આખરે રીંછ શા કારણે અહીંયા ફરી રહ્યા છે. તો રીંછ શહેરમાં આવી જવાના કારણે વેપારીઓને હાલ ભારે નુકશાન વેઠવું પડી રહ્યું છે.

Niraj Patel